AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવરાજ સિંહ બન્યો સૌથી મોંઘો ચીયરલીડર, Night Partyમાં થયો ‘આઉટ ઓફ કંટ્રોલ’ જુઓ VIDEO

યુવરાજ સિંહ હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે પાર્ટીમાં એવો ડાન્સ કર્યો, જેને જોઈને ફેન્સે કહ્યું કે હવે તેને કોઈ રોકી શકશે નહીં.

યુવરાજ સિંહ બન્યો સૌથી મોંઘો ચીયરલીડર, Night Partyમાં થયો 'આઉટ ઓફ કંટ્રોલ' જુઓ VIDEO
યુવરાજ સિંહ બન્યો સૌથી મોંઘો ચીયરલીડર, Night Partyમાં થયો 'આઉટ ઓફ કંટ્રોલ' જુઓ VIDEOImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 11:47 AM
Share

Yuvraj Singh : ભારતીય ક્રિકેટ ચાહકો ટી-20 વર્લ્ડ કપ (T20 WC) માટે પસંદ કરવામાં આવેલી ટીમની ચર્ચામાં વ્યસ્ત છે, તો બીજી તરફ ઘણા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ રહી ચૂકેલા ભારતના ઘણા દિગ્ગજ ખેલાડીઓના એક વીડિયોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. Road Safety World Series ડ્રેસિંગ રુમનો માહોલ શેર કર્યો છે. સચિન તેંડુલકર, યુવરાજ સિંહ (Yuvraj Singh ), ઈરફાન પઠાણ, સુરેશ રૈના જેવા દિગ્ગજ જ્યારે એક સાથે ભેગા થાય છે ત્યારે મનોરંજનનો ડબલ ડોઝ જોવા મળે છે. પહેલા મેદાનમાં ત્યારબાદ મેદાન બહારની મસ્તી જોવા મળે છે. યુવરાજ સિંહે મસ્તી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે રોડ સેફટી વર્લ્ડ સીરિઝ બાદ પાર્ટીનો છે.

રૈના અને પઠાણ દિગ્ગજ ગાયક

ભારતીય દિગ્ગજે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ મહેફિલ યુવરાજ સિંહે લુંટી હતી. તેની સિક્સ થી વધુ તેનો ડાન્સ હાલ ચર્ચામાં વધુ છે. જૂના ગીત સાંભળી તે પોતાને રોકી શક્યો નહિ અને કમર લટકાવી. તેના ડાન્સ જોઈ યુઝર્સે કહેવા લાગ્યા કે, હવે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો. યુવરાજે વીડિયો શેર કરતા જ કહ્યું કે, 2 દિગ્ગજ ગાયક ઈરફાન પઠાણ અને સુરેશ રૈના નિશ્ચિત રુપે લીજેન્ડ્સના લીજેન્ડસ સચિન તેડુલકરની સાથે મસ્તી.

પઠાણે ગણાવ્યો મોંધો ચીયરલીડર

ઈરફાન પઠાણે તેના આ વીડિયો પર શાનદાર કમેન્ટ કરી છે. ઈરફાને કહ્યું કે અમારી પાસે યુવરાજ સિંહમાં સૌથી મોંઘો ચીયરલીડર હતો. આ સીરીઝની વાત કરીએ તો મેચ કાનપુર, ઈન્દોર, દેહરાદૂન અને રાયપુરમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કાનપુરમાં ઇન્ડિયા લિજેન્ડ્સ અને સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં સચિન તેંડુલકરની આગેવાનીમાં ભારતે 61 રનથી જીત મેળવી હતી.

g clip-path="url(#clip0_868_265)">