WPL 2023: હરમનપ્રીત કૌર બની MI ની કેપ્ટન, મહિલાઓ માટે પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો, ટિકિટોને લઈ કરાયુ મોટું એલાન

|

Mar 01, 2023 | 10:40 PM

IPL વિશ્વની સૌથી લોકપ્રિય લીગ છે. લીદમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી દ્વારા WPL માં પણ પ્રથમ સિઝનથી જ સફળતા હાંસલ કરવા માટે ભારતીય ટીમની કેપ્ટનને જ આગેવાની કરવાની જવાબદારી સોંપી છે.

WPL 2023: હરમનપ્રીત કૌર બની MI ની કેપ્ટન, મહિલાઓ માટે પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો, ટિકિટોને લઈ કરાયુ મોટું એલાન
Mumbai Indians announce Harmanpreet Kaur as captain

Follow us on

આગામી શનિવારથી WPL નો પ્રારંભ થનારો છે. મહિલાઓ માટે એક શાનદાર પ્લેટફોર્મની શરુઆત થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી લોકપ્રિય છે. હવે મહિલાઓ માટે ભારતીય લીગ શરુ થવા જઈ રહી છે. જેમાં વિશ્વભરની મહિલા ક્રિકટરો હિસ્સો લેશે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમનુ સુકાન હરમનપ્રીત કૌરને સોંપવાનુ એલાન કર્યુ છે. હરમન ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન છે. મુંબઈની ટીમ IPL ની માફક મહિલા લીગમાં પોતાને સફળ ટીમ બનાવવા માટે આગેવાની કરવાની જવાબાદારી હરમનપ્રીતને સોંપવામાં આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સની પુરુષ ટીમ આઈપીએલમાં સૌથી સફળ છે. રોહિત શર્મા ટીમની આગેવાની ધરાવે છે. હવે મહિલા ટીમની કેપ્ટન પણ મુંબઈની ટીમનુ સુકાન સંભાળશે. મુંબઈએ ઓક્શનમાં 1.80 કરોડ રુપિયાના ખર્ચે હરમનપ્રીત કૌરને પોતાની સાથે જોડી હતી. ત્યારથી જ માનવામાં આવી રહ્યુ હતુ કે, ફ્રેન્ચાઈઝી કેપ્ટન તરીકેની પસંદગીનુ એલાન પણ આ જ નામ પર કરશે.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

માલિક નીતા અંબાણીએ કહ્યુ-કૌર પ્રેરિત કરશે

ટીમનુ સુકાન સોંપવા સાથે ફ્રેન્ચાઈઝીની માલિક નીતા અંબાણીએ પણ હરમનપ્રીતને લઈ કેટલીક વાત કહી હતી. નીતા અંબાણીએ કહ્યુ હતુ કે, હરમનપ્રીતે પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને અનેક મોટી જીત અપાવી છે અને તે મુંબઈ ઈન્ડિયન્સને સારો દેખાવ કરવા માટે પ્રેરિત કરશે.

હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં ટી20 વિશ્વકપ રમાયો હતો. આ દરમિયાન ભારતીય ટીમે સેમીફાઈનલ સુધીની સફર ખેડી હતી. મુંબઈ પાસે કેપ્ટનશિપ સોંપવા માટે થઈને હરમનપ્રીત સિવાય પણ વિકલ્પ ઉપલબ્ધ હતા. જેમાં ઈંગ્લેન્ડની વાઈસ કેપ્ટન નેટ સિવર સહિતના ખેલાડીઓ મોજૂદ હતા. સિવર ફ્રેન્ચાઈઝીમાં સૌથી મોંઘા ભાવે ખરીદાઈ હતી. એટલે કે ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. તેને ખરીદવા માટે મુંબઈએ 3.20 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.

મહિલાઓ માટે પ્રવેશ ફ્રી

ક્રિકેટ બોર્ડ દ્વારા આ સિઝન માટે એક એન્થમ સોંગ રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં દર્શકો વધારે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહે એ માટે બીસીસીઆઈએ આયોજન કર્યુ છે. જેમાં સૌથી પહેલા તો મહિલાઓ માટે સ્ટેડિયમમાં પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો છે. જ્યારે સામાન્ય ટિટિકના દર પણ વાજબી રાખ્યા છે. 100 અને 400 એમ બે કેટેગરીના રુપમાં ટિકિટની ખરીદી થઈ શકી છે.

 

Sing along to the anthem lyrics video and don’t forget to tune in to the #TATAWPL from the 4th of March, live on @Sports18 and @JioCinema!#YeTohBasShuruatHai #WomensPremierLeague #WPL2023 pic.twitter.com/uwaSdJtkaA

— Women’s Premier League (WPL) (@wplt20) March 1, 2023

શનિવારે ઓપનિંગ સેરેમની

આગામી શનિવાર એટલે કે 4 માર્ચથી મહિલા ક્રિકેટ લીગની શરુઆત થનારી છે. ટૂર્નામેન્ટને શરુઆતથી જ હિટ બનાવવા માટે થઈને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં પંજાબી સિંગર એપી ઢિલ્લો, અને બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન પણ પોતાનુ કલા કૌશલ્ય દર્શાવશે.

 

Published On - 10:33 pm, Wed, 1 March 23

Next Article