AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2008 અને WPL 2023નું કિસ્મત કનેક્શન, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે હિસાબ બરાબર થશે?

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં રમાઈ હતી અને તેની અંતિમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી જેમાં રાજસ્થાનનો વિજય થયો હતો.

IPL 2008 અને WPL 2023નું કિસ્મત કનેક્શન, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે હિસાબ બરાબર થશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 9:56 AM
Share

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન તેના અંતને આરે છે. આજે એટલે કે રવિવારે આ લીગની પ્રથમ સિઝનની ફાઇનલ મેચ રમાશે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ખિતાબની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કેપિટલ્સની મેન્સ ટીમ હજુ સુધી આઈપીએલ જીતી શકી નથી, પરંતુ આ ફ્રેન્ચાઈઝીની મહિલા ટીમે તેની પ્રથમ સિઝનમાં જ જોરદાર પ્રદર્શન કરીને ટાઈટલ મેચ સુધી પહોંચી ગઈ છે અને જીતની દાવેદાર પણ છે.

પુરુષોએ બતાવેલ વર્ચસ્વ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પણ ટીWplમ જાળવી રાખી છે. પરંતુ આ ફાઈનલ જોઈને આઈપીએલની પ્રથમ સિઝનની યાદો તાજી થઈ ગઈ છે.IPLની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી અને ફાઇનલમાં પહોંચી શકી નહોતી. દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) એ IPLની પ્રથમ સિઝનમાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ રાજસ્થાન રોયલ્સ સામે હાર્યો હતો.

એટલે કે બંને ટીમો ફાઇનલમાં પહોંચી શકી ન હતી, આવી સ્થિતિમાં તમે વિચારતા જ હશો કે IPLની પ્રથમ સિઝનની ફાઇનલ અને WPLની પ્રથમ સિઝનની ફાઇનલ વચ્ચે શું સમાનતા છે. માત્ર સમાનતા નથી, પરંતુ આ મેચમાં ઓસ્ટ્રેલિયા સાથે જૂનો હિસાબ બરાબરી પર રહેશે.

હરમનપ્રીત કરશે કમાલ

વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં મુંબઈની છે અને મેગ લેનિંગની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ. હરમનપ્રીત કૌર ભારતીય છે અને લેનિંગ ઓસ્ટ્રેલિયન છે. હવે જરા યાદ કરો આઈપીએલની પ્રથમ સિઝનની ફાઈનલ. પ્રથમ ફાઈનલ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી. ધોની ભારતીય અને વોર્ન ઓસ્ટ્રેલિયન. આ જ તો સમાનતા છે.

શું હરમનપ્રીત હિસાબ બરાબર કરશે

હવે મોટી વાત એ છે કે શું હરમનપ્રીત કૌર એ કરી શકશે જે ધોની ના કરી શક્યો? શું હરમનપ્રીત કૌર ઓસ્ટ્રેલિયાથી બદલો લઈ શકશે? IPLની પ્રથમ ફાઈનલમાં રાજસ્થાને ચેન્નાઈને હરાવ્યું હતું.એટલે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીની કેપ્ટનશીપવાળી ટીમે ભારતીય ખેલાડીની કેપ્ટનશીપવાળી ટીમને હરાવ્યું હતું.હવે હરમનપ્રીત કૌર પાસે આ હારની બરાબરી કરવાનો મોકો છે. સિઝન પણ પ્રથમ છે અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પણ સામે છે. હવે બધા જુના હિસાબ સરખા થાય તેની રાહ જોઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">