AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલા IPL ટીમ ખરીદવી નાની સૂની વાત નહીં હોય, BCCI મુજબ ખરીદવા કરોડો નહીં અબજો રુપિયા બેંકમાં જમા જોઈશે

ભારતમાં આ વર્ષથી મહિલા આઈપીએલ યોજવાની શરુઆત થનારી છે. આ શરુઆત BCCI 5 ટીમો સાથે ટૂર્નામેન્ટની શરુઆત ભારતમાં કરવા જઈ રહ્યુ છે.

મહિલા IPL ટીમ ખરીદવી નાની સૂની વાત નહીં હોય, BCCI મુજબ ખરીદવા કરોડો નહીં અબજો રુપિયા બેંકમાં જમા જોઈશે
Women IPL આગામી માર્ચથી શરુ થઈ શકે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 11:22 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ છે. આ લીગમાં દુનિયાભરના ક્રિકેટરો હિસ્સો બનવા માટે પ્રયાસ કરતા હોય છે અને અઢળક પૈસા અને લોકપ્રિયતા હાંસલ કરતા હોય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ હવે 15 વર્ષની જબરદસ્ત સફળતા બાદ હવે મહિલા આઈપીએલ ટૂર્નામેન્ટ શરુ કરવા જઈ રહ્યુ છે. આ માટે બીસીસીઆઈ દ્વારા તૈયારી કેટલાક સમયથી ચાલી રહી છે. હવે આગામી માર્ચ માસમાં પ્રથમ સિઝનનુ આયોજન કરવા માટે ટીમોની ફ્રેન્ચાઈઝી નક્કી કરવા અને ખેલાડીઓના ઓક્શન સહિતની તૈયારીઓ પણ યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી રહી છે.

બીસીસીઆઈ દ્વારા ફ્રેન્ચાઈઝીના વેચાણનુ એલાન કરવામાં આવ્યુ છે. જેના નિયમોનુસાર મહિલા ટીમ માટેની ફ્રેન્ચાઈઝી ખરીદવી એ નાની સુની વાત નહીં હોય. ભારતીય મહિલા આઈપીએલ ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે ઈચ્છુકના બેંકના ખાતામાં તગડી રકમ જમા જોઈશે.

10 અબજ રુપિયા ખાતામાં હોવા જરુરી

મહિલા આઈપીએલ ટીમની ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે બોર્ડ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં ખરીદદારો પાસે બોર્ડ દ્વારા અરજીઓ મંગાવી છે. જોકે આ માટે કેટલીક શરતો ટેન્ડરમાં દર્શાવી છે. નવી ટીમો ઉપરાંત પુરુષ આઈપીએલની ફ્રન્ચાઈઝી આ ટીમનુ ટેન્ડર ભરી શકશે. આ શરતોમાં એક ઇચ્છુક ખરીદદારની આર્થિક સ્થિતી. સહેજે 1000 કરોડ રુપિયા કે તેથી વધુ રકમ બેંકમાં જમા હોય એ જ ખરીદદાર ટેન્ડર ભરી શકશે. જ્યારે કોઈ નાના નાના હિસ્સાની ભાગીદારીઓ મળીને એક પાર્ટીના સ્વરુપમાં ટેન્ડરમાં બોલીનો હિસ્સો નહી બની શકે. એટલે કે એક જ પાર્ટીના રુપમાં ટીમ ખરીદી શકાશે.

જ્યારે 2021માં નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ ત્યારે આવી જ શરતો બીસીસીઆઈએ રાખી હતી. જે વખતે 8 થી વધારીને પુરુષ આઈપીએલમાં 10 ટીમો કરવાની હતી. આમ 2 નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ટીમની ખરીદી માટે બેઝ પ્રાઈસ 3000 કરોડ રુપિયા રાખવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">