ભારતીય ટીમ (Team India)ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં વિરાટ કોહલી ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને મોટી ઈનિંગની રાહ જોઈ રહ્યો છે. દરમિયાન આઈપીએલ બાદ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બીસીસીઆઈ (BCCI)ના એક અધિકારીએ વિરાટ કોહલીના વર્તમાન ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે હવે બીસીસીઆઈ અને પસંદગીકારો માટે મહત્વપૂર્ણ વિષય બની ગયો છે. જો કે એવા સંકેત પણ મળી રહ્યા છે કે વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20 શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે.
ઈનસાઈડ સ્પોર્ટ્સ સાથે પસંદગી સમિતિના એક સભ્યએ વાત કરતા કહ્યું કે ‘આ પહેલીવાર નથી, જ્યારે કોઈ મોટો ખેલાડી આવા તબક્કામાંથી પસાર થતો હોય, કોઈ પણ રીતે આ શ્રેણી માટે યુવાઓને તક આપવાનો પ્રયાસ છે. જેથી સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે. વિરાટને આરામ આપવામાં આવી શકે છે. પરંતુ જો તે રમવા માંગતો હશે તો અમે વિચારીશું. બેઠક પહેલા પસંદગીકારો તેની સાથે વાત કરશે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી આઈપીએલ 2022માં રન બનાવવા માટે તરસી રહ્યો છે. વિરાટ કોહલીએ આ સિઝનમાં 9 મેચમાં 128 રન બનાવ્યા છે. જેમાંથી તે 5 વખત ડબલ ફિગરને પણ પાર કરી શક્યો નથી. આ સિઝનમાં વિરાટ કોહલીનો સ્કોર 41*, 12, 5, 48, 1, 12, 0, 0, 9 રહ્યો છે.
ભારતીય ટીમ 9 જૂનથી સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ સહિત કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : IPL 2022: રિકી પોન્ટિંગે હોટલમાં કરી તોડફોડ, જાણો કેમ ગુસ્સે ભરાયો ખેલાડી
આ પણ વાંચો : GT vs SRH Live Score, IPL 2022 : કેન વિલિયમસને સસ્તામાં ગુમાવી વિકેટ, શામીએ ગુજરાતને અપાવી પ્રથમ સફળતા