IPL 2022: રિકી પોન્ટિંગે હોટલમાં કરી તોડફોડ, જાણો કેમ ગુસ્સે ભરાયો ખેલાડી
IPL 2022: દિલ્હી કેપ્ટલ્સ (DC) ટીમમાં કોરોના બ્લાસ્ટ થયો હતો અને કુલ 6 લોકો સંક્રમિત થયા હતા. જેમાં રિકી પોન્ટિંગના પરિવારના એક સભ્યને કોરોના થવાના કારણે પોતે ક્વોરન્ટાઇન થયો હતો.
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ (Ricky Ponting) આઈસોલેશન પૂર્ણ કર્યા બાદ ટીમ સાથે જોડાઈ ગયા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ના ભાગરૂપે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો અને 6 કેસ નોંધાયા હતા. આ દરમિયાન રિકી પોન્ટિંગના પરિવારના એક સભ્યને પણ કોરોના થયો હતો. ત્યારબાદ તેણે પોતાને અલગ કરી લીધો હતો અને હોટલમાં ક્વોરન્ટાઈન થઈ ગયો હતો.
રિકી પોન્ટિંગે હવે ક્વોરન્ટાઈનમાં પોતાનો અનુભવ શેયર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે તેણે ગુસ્સામાં 3-4 ટીવીના રિમોટ તોડી નાખ્યા છે. કારણ કે તે ટીમ સાથે પ્રવાસ કરી શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની મેચમાં રિકી પોન્ટિંગ ટીમ સાથે ન હતો. આ મેચમાં છેલ્લી ઓવરમાં નો-બોલને લઈને હંગામો થયો હતો.
રિકી પોન્ટિંગે કહ્યું કે મેં 3-4 રિમોટ તોડ્યા હતા. 3-4 પાણીની બોટલો પણ ફેંકી હતી. જ્યારે તમે કોચ તરીકે રમતથી દૂર હોવ અને વસ્તુઓને નિયંત્રિત કરી શકતા નથી તો તે ખૂબ ગુસ્સે થઈ જાય છે. તે સતત મેસેજ મોકલવાની કોશિશ કરતો હતો. મુખ્ય કોચે કહ્યું કે તેમને લાગતું હતું કે પંજાબ સામેની જીત બાદ ટીમ પાટા પર પરત ફરશે. પરંતુ રાજસ્થાન સામે અમે હારી ગયા.
Pant ruined the game for Delhi Capitals by stopping Powell ‘s ,momentum not Umpires.
For a decision of No Ball they lost the Match#DCvRR #RRvsDC pic.twitter.com/oob13Y5QlJ
— Chetan Krishna👑 🇮🇳 (@ckchetanck) April 22, 2022
દિલ્હી કેપિટલ્સના કોચે કહ્યું કે અમે મેચમાં શરૂઆતમાં અમે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ છેલ્લી ત્રણ-ચાર ઓવરમાં અમે હારી જતા હોઈએ છીએ. આ તે છે જ્યાં સમગ્ર રમત બદલાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો છેલ્લી ઓવરમાં પરાજય થયો હતો. ટીમને 6 બોલમાં 36 રનની જરૂર હતી. બેટ્સમેને સતત 3 સિક્સર ફટકારી હતી. પરંતુ તે પછી નો-બોલને લઈને વિવાદ થયો હતો. સુકાની ઋષભ પંતે તેના બેટ્સમેનોને ક્રિઝ પરથી પાછા બોલાવ્યા હતા. જ્યારે કોચ પ્રવિણ આમરે મેચ દરમિયાન જ મેદાનમાં પ્રવેશ્યા હતા. પ્રવીણ આમરેને બાદમાં એક મેચનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ઋષભ પંતને તેની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે ફરી આપ્યો સંકેત, અર્જુન તેંડુલકર ડેબ્યૂ કરી શકે છે
આ પણ વાંચો : IPL 2022 Orange Cap: જોસ બટલર સસ્તામાં આઉટ થવા છતાં નંબર-1 પર સલામત, RCB નો કેપ્ટન ટોપ ફાઈવમાં સામેલ