AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ બદલાશે? RCBના નવા માલિકે કર્યો મોટો ખુલાસો

RCBના માલિકી બદલાયા બાદ ટીમના નામમાં ફેરફારના સમાચાર હેડલાઇન્સમાં આવી રહ્યા છે. જો અંગે RCBના નવા ચેરમેન આર્યમાન બિરલાએ સ્પષ્ટતા કરી છે. ચાલો જાણીએ શું IPL 2027 પહેલા RCBનું નામ બદલાશે?

IPL 2027 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ બદલાશે? RCBના નવા માલિકે કર્યો મોટો ખુલાસો
RCBImage Credit source: X
| Updated on: Sep 05, 2026 | 7:38 PM
Share

સતત બે IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ચાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. ફ્રેન્ચાઇઝીના માલિકી બદલાયા પછી, ટીમના નામમાં ફેરફાર અંગે અટકળો ચાલી રહી હતી. હવે, RCB ના નવા ચેરમેન આર્યમાન બિરલાએ આ બધી ચર્ચાઓ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.

શું RCBનું નામ બદલાશે?

આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સના કન્સોર્ટિયમે IPL 2026 પહેલા RCBનો 100% હિસ્સો હસ્તગત કર્યો હતો. આ મોટા કોર્પોરેટ ટેકઓવર પછી, એવી અટકળો ચાલી રહી હતી કે નવા માલિકો તેમના બ્રાન્ડિંગને અનુરૂપ નામ બદલી શકે છે, પરંતુ નવા મેનેજમેન્ટે ચાહકોની ભાવના અને RCBના બ્રાન્ડ મૂલ્યને પ્રાથમિકતા આપી અને નામ ન બદલવાનો નિર્ણય લીધો.

આર્યમાન બિરલાએ કર્યો ખુલાસો

આર્યમાન બિરલાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં સ્પષ્ટતા કરી હતી કે માલિકી બદલાયા છતાં ટીમનું નામ યથાવત રહેશે. તેમણે જણાવ્યું હતું કે RCB એક વૈશ્વિક અને મોટી બ્રાન્ડ છે, અને મેનેજમેન્ટને આ નામ ખૂબ ગમે છે. તેની બહેન, અનન્યા બિરલાએ અગાઉ સોશિયલ મીડિયા દ્વારા સંકેત આપ્યો હતો કે ફ્રેન્ચાઇઝની ઐતિહાસિક ઓળખ યથાવત રહેશે.

18 વર્ષના દુષ્કાળ પછી 2 ટાઈટલ

2008માં IPLની શરૂઆતથી 2024 સુધી, RCB એક પણ ટ્રોફી જીતી શક્યું નહીં, જોકે વિરાટ કોહલી અને અન્ય દિગ્ગજો ક્રિકેટરોની ટીમમાં હાજરીથી ફેન્સની સંખ્યા સતત વધતી રહી. ત્યારબાદ, 2025માં, ભારતીય બેટ્સમેન રજત પાટીદારને ટીમની કમાન સોંપવામાં આવી, અને પોતાની કપ્તાનીના પહેલા જ વર્ષમાં, રજત પાટીદારે 18 વર્ષના ટાઇટલ દુષ્કાળનો અંત લાવ્યો અને RCBને તેની પ્રથમ IPL ટ્રોફી અપાવી. પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, ટીમે તેનો વિજય રથ ચાલુ રાખ્યો અને IPL 2026 ફાઇનલ જીતીને સતત બીજીવાર ટ્રોફી જીતી. હવે 2027માં, RCB હેટ્રિક ટ્રોફી જીતવવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

સાઈન બોલ, સ્પેશિયલ જર્સી… મોહમ્મદ શમી દુલીપ ટ્રોફીની ફાઈનલમાં ખાસ સદી પૂર્ણ કરશે, CABએ કર્યું સન્માન

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">