AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રોટીન પાઉડર અને સપ્લીમેન્ટ્સ લેવા જોઈએ કે નહીં? જાણો આની પાછળનું ‘સાચું સત્ય’

આજના સમયમાં ફિટનેસ અને કસરત કરનારા લોકોમાં 'પ્રોટીન' એક મોટો ટ્રેન્ડ બની ગયો છે. જીમ જતા લોકોથી લઈને વજન ઘટાડવા માંગતા દરેક વ્યક્તિ પાવડર અને શેક જેવા પ્રોટીન સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપી રહ્યા છે. એવામાં શું ખરેખર દરરોજ અલગથી પ્રોટીન સપ્લીમેન્ટ લેવાની જરૂર હોય છે કે પછી આ માત્ર એક દેખાડો બની રહ્યો છે?

પ્રોટીન પાઉડર અને સપ્લીમેન્ટ્સ લેવા જોઈએ કે નહીં? જાણો આની પાછળનું 'સાચું સત્ય'
Image Credit source: AI Generated
| Updated on: Sep 26, 2026 | 7:52 PM
Share

ફિટનેસ અને વર્કઆઉટ કરનારા લોકોમાં ‘પ્રોટીન’ સૌથી વધુ ચર્ચામાં રહેતો શબ્દ છે. જીમમાં જતા લોકોથી લઈને વજન ઘટાડનારાઓ સુધી, દરેક વ્યક્તિ પ્રોટીન વધુ ખાવાની તેમજ પ્રોટીન સપ્લીમેન્ટ જેવા કે પાઉડર અને શેક લેવાની સલાહ આપી રહી છે.

હવે શું ખરેખર તમને રોજ અલગથી પ્રોટીન સપ્લીમેન્ટની જરૂર હોય છે? શું તમારે વધુ પ્રોટીન લેવું જોઈએ કે પછી આ માત્ર એક ફિટનેસ ટ્રેન્ડ બની રહ્યો છે?

હૃદય રોગના નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ‘પ્રોટીન’ શરીર માટે જરૂરી છે. જો કે, માત્ર એટલા માટે પ્રોટીન શેક પીવાનું શરૂ ન કરો; કારણ કે જીમમાં તમને કોઈએ કહ્યું છે. મોટાભાગના સ્વસ્થ લોકોને પ્રોટીનની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોટીન શેકની જરૂર હોતી નથી.

રોજ કેટલા પ્રોટીનની જરૂર હોય છે?

ડૉક્ટરના જણાવ્યા મુજબ, એક સ્વસ્થ વ્યક્તિને પોતાની દૈનિક પ્રોટીનની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોટીન શેક પીવાની આવશ્યકતા હોતી નથી. શરત એ છે કે, તમે સંતુલિત આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત આહાર ઉમેરી શકો છો.

એક સામાન્ય સ્વસ્થ અને ઓછી શારીરિક પ્રવૃત્તિ (ફિઝિકલ એક્ટિવિટી) કરતા વ્યક્તિને શરીરના પ્રતિ કિલોગ્રામ વજન પ્રમાણે દરરોજ લગભગ 0.8 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત હોય છે. જો તમે ખૂબ વધારે કસરત કરો છો, તમારી ઉંમર વધી રહી છે, તમે ગર્ભવતી છો અથવા તમારી કોઈ ખાસ જરૂરિયાતો છે, તો વધુ પ્રોટીનની જરૂર પડી શકે છે.

વધુ પ્રોટીન ખાવાથી શું થાય?

ડૉક્ટરે ચેતવણી આપતા કહ્યું છે કે, વધુ માત્રામાં પ્રોટીન ખાવાથી શરીર અને તેની પાચન તેમજ ચયાપચયની ક્રિયાઓ પર વધારાનું દબાણ પડી શકે છે.

  1. કિડની પર દબાણ: પ્રોટીનના પાચન અને ચયાપચય દરમિયાન ખરાબ તત્વો ઉત્પન્ન થાય છે, જેને કિડનીએ ફિલ્ટર કરીને શરીરની બહાર કાઢવા પડે છે. તમે જ્યારે જરૂર વગર વધુ પ્રોટીન લો છો, ત્યારે તેનાથી કિડની પર ફિલ્ટર કરવાનો બોજ વધી જાય છે અને વધારાનું દબાણ પડે છે. તેથી, વધુ પ્રોટીનનું સેવન યોગ્ય નથી.
  2. વધુ પ્રોટીનનો અર્થ વધુ મસલ્સ (સ્નાયુઓ) નથી: કેટલાક લોકોને લાગે છે કે, વધુ પ્રોટીન લેવાથી મસલ્સની સાઈઝ આપોઆપ વધી જાય છે પરંતુ એવું જરૂરી નથી. વધુ પ્રોટીનનો અર્થ વધુ મસલ્સ નથી હોતો. આહારમાં 20 થી 30 ગ્રામ સારી ક્વોલિટીનું પ્રોટીન અવારનવાર મસલ્સ સુધી પ્રોટીન પહોંચાડવા માટે પૂરતું હોય છે.

વધુ Protein ખાવાના નુકસાન

જો તમે ખૂબ વધારે માત્રામાં પ્રોટીનનું સેવન કરો છો, તો તેનાથી કેટલીકવાર સ્વાસ્થ્ય સંબંધિત બિનજરૂરી સમસ્યાઓ થઈ શકે છે. સંવેદનશીલ લોકોમાં વધુ પ્રોટીન ખાવાથી ડીહાઈડ્રેશન, કિડનીમાં સ્ટોન (પથરી) અને કેટલીકવાર સંધિવા (ગઠિયા) જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમે પ્રોટીન ખાતા હોવ, તો પ્રોટીન શેકમાં રહેલી વસ્તુઓ પર ધ્યાન આપો. ઘણા પેક્ડ શેકમાં મીઠાશ (ગળપણ), સ્વાદ વધારનારા પદાર્થો, સ્ટેબિલાઈઝર અને અન્ય એડિટિવ્સ હોઈ શકે છે.

આહારમાં Protein કેવી રીતે વધારવું?

આહારમાં એવી ઘણી વસ્તુઓ છે, જેનાથી શરીરને કુદરતી રીતે વધુ પ્રોટીન મળે છે. આ માટે જો તમે નોન-વેજ ખાતા હોવ તો ઈંડા, ચિકન, માછલી, સી ફૂડ અને લો ફેટ મીટ ખાઈ શકો છો.

શાકાહારી લોકો દાળ, પનીર, ટોફૂ, ટેમ્પેહ, દહીં, ગ્રીક યોગર્ટ, બીન્સ, ચણા, મસૂર, સૂકો મેવો (નટ્સ), બીજ (સીડ્સ) અને બાજરો ખાઈ શકે છે. આ આહાર પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

Pomegranate Benefits : હૂંફાળા પાણીમાં પલાળેલી દાડમ ખાવાથી શું થાય? જાણો તેના સંભવિત ફાયદા અને સેવન કરવાની રીત

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">