AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઢાબા સ્ટાઈલ ક્રિસ્પી આલૂ પરોઠા ઘરે કેવી રીતે બનાવવા ? જુઓ આખી રેસિપી

સવારના નાસ્તામાં ગરમાગરમ અને ક્રિસ્પી બટાકાના પરોઠા મળી જાય, તો આખો દિવસ બની જાય છે. ઘણીવાર ઘરમાં બટાકાના પરોઠા બનાવતી વખતે તે બજાર કે ઢાબા જેવા કુરકુરા બનતા નથી અને લોટ બાંધવામાં કે વણતી વખતે પરોઠો ફાટી જવાની સમસ્યા રહે છે. એવામાં શું તમારા પરોઠા પણ બનાવતી વખતે ફાટી જાય છે કે વધારે પડતાં જ સોફ્ટ થઈ જાય છે?

ઢાબા સ્ટાઈલ ક્રિસ્પી આલૂ પરોઠા ઘરે કેવી રીતે બનાવવા ? જુઓ આખી રેસિપી
Image Credit source: AI Generated
| Updated on: Sep 25, 2026 | 10:15 PM
Share

સવારના નાસ્તામાં ગરમાગરમ આલૂ પરોઠા મળી જાય, તો દિવસની શરૂઆત જ મજેદાર થઈ જાય છે. એમાંય ઉપરથી થોડું માખણ, સાથે દહીં કે અથાણું અને ચા હોય, તો સ્વાદ વધુ વધી જાય છે. જો કે, ઘણી વખત ઘરમાં આલૂ પરોઠા બનાવતી વખતે તે બજાર કે ઢાબા જેવા ક્રિસ્પી (કુરકુરા) બની શકતા નથી. પરોઠા ક્યારેક વધારે નરમ થઈ જાય છે, તો ક્યારેક વણતી વખતે ફાટવા લાગે છે.

જો તમારી સાથે પણ એવું જ થતું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. આલૂ પરોઠાને કુરકુરા બનાવવા માટે લોટથી લઈને તવાના તાપમાન અને શેકવાની રીત, દરેક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

આલૂ પરોઠા બનાવવા માટેની સામગ્રી:

  • 2 કપ ઘઉંનો લોટ
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂર મુજબ પાણી
  • બટાકાના સ્ટફિંગ માટે:
  • 4-5 બાફેલા બટાકા
  • 1-2 લીલા મરચાં, ઝીણા સમારેલા
  • 1 નાની ચમચી આદુ, ઝીણું સમારેલું અથવા છીણેલું
  • 2 મોટા ચમચા લીલા ધાણા, ઝીણા સમારેલા
  • ½ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ½ નાની ચમચી શેકેલું જીરું પાવડર
  • ½ નાની ચમચી આમચૂર પાવડર
  • ¼ નાની ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું

આવી રીતે બનાવો ક્રિસ્પી આલૂ પરોઠા:

  1. આલૂ પરોઠા માટે લોટ બહુ વધારે નરમ ન બાંધવો. આ માટે 2 કપ ઘઉંનો લોટ લો અને તેમાં થોડું મીઠું ઉમેરીને મિક્સ કરો. હવે પાણીની મદદથી મધ્યમ નરમ લોટ બાંધી લો.
  2. લોટને સારી રીતે બાંધ્યા પછી લગભગ 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રાખી દો. આનાથી લોટ સેટ થઈ જાય છે અને પરોઠા વણવામાં સરળતા રહે છે.
  3. સ્ટફિંગ માટે 4 થી 5 બાફેલા બટાકા લો. ધ્યાન રાખો કે, બટાકા બહુ વધારે ભીના ન હોય. તેને સારી રીતે મિક્સ કરી લો, જેથી તેમાં કોઈ મોટો ટુકડો ન રહે.
  4. હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, થોડું આદુ, લીલા ધાણા, મીઠું, લાલ મરચું, શેકેલું જીરું પાવડર, થોડો આમચૂર પાવડર અને સ્વાદ મુજબ ગરમ મસાલો ઉમેરો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
  5. સ્ટફિંગમાં પાણી કે વધારે તેલ ઉમેરવાનું ટાળો. સુકું અને સારી રીતે મિક્સ થયેલું સ્ટફિંગ હોવાથી પરોઠું સહેલાઈથી વણાય છે અને તવા પર કુરકુરું પણ બને છે.
  6. લોટનો એક ગુલ્લો લઈને તેને થોડું વણો અને વચ્ચે બટાકાનું સ્ટફિંગ મૂકો. હવે કિનારીઓને ઉપર ઉઠાવીને સ્ટફિંગને સારી રીતે બંધ કરી દો.
  7. તેને હળવા હાથે દબાવો અને થોડો કોરો લોટ લગાવીને વણી લો. પરોઠો બહુ પાતળો પણ ન હોવો જોઈએ અને બહુ જાડો પણ ન હોવો જોઈએ. જો સ્ટફિંગ બહાર નીકળવા લાગે, તો વધારે જોર આપીને વણવાને બદલે ધીમે-ધીમે ચારે બાજુથી વણો.
  8. હવે તવાને સારી રીતે ગરમ કરો. તવો બહુ ઠંડો હશે તો પરોઠો સરખી રીતે શેકાશે નહીં અને વધારે તેલ સોષી શકે છે. આ સિવાય બહુ વધારે ગરમ તવા પર પરોઠો બહારથી જલ્દી શેકાઈ જશે અને અંદરથી કાચો રહી શકે છે.
  9. ગરમ તવા પર પરોઠો મૂકો અને જ્યારે ઉપરની તરફ હળવા પરપોટા દેખાવા લાગે, ત્યારે તેને પલટી દો. બીજી તરફ થોડું ઘી કે તેલ લગાવો. આ પછી પરોઠાને પલટીને બીજી તરફ પણ ઘી કે તેલ લગાવો.
  10. હવે તાવડી/તવેથાથી પરોઠાની કિનારીઓ અને વચ્ચેના ભાગને હળવા હાથે દબાવતા રહીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને કુરકુરું થાય ત્યાં સુધી શેકો.

ક્રિસ્પી પરોઠા માટે આ ટિપ્સ અપનાવો:

  • સ્ટફિંગમાં પાણી ન રહેવા દો.
  • લોટ બહુ વધારે ઢીલો ન રાખો.
  • પરોઠાને બહુ પાતળું ન વણો.
  • તવો પહેલેથી જ સારી રીતે ગરમ કરો.
  • ઘી કે તેલ એકસાથે વધારે નાખવાને બદલે જરૂરિયાત મુજબ જ લગાવો.
  • પરોઠાને મધ્યમ આંચ પર શેકો.
  • બંને બાજુ સારી રીતે ગોલ્ડન નિશાન આવે ત્યાં સુધી પકાવો.

આવી રીતે પીરસો

ગરમાગરમ ક્રિસ્પી આલૂ પરોઠા ઉપર થોડું માખણ લગાવીને સર્વ કરો. તેની સાથે ઠંડુ દહીં, કેરીનું અથાણું, લીલી ચટણી કે ડુંગળી પીરસી શકો છો. બસ આ નાની-નાની વાતોનું ધ્યાન રાખો અને ઘરમાં જ બહાર જેવા ક્રિસ્પી તેમજ સ્વાદિષ્ટ આલૂ પરોઠા સહેલાઈથી તૈયાર કરો.

ગુજરાતીઓ ખાશે તો ખાતા જ રહી જશે ! બંગાળી ખાવાનું એટલે માત્ર નોન-વેજ નહીં, ઘરે જ બનાવો બંગાળની આ ‘શાહી ડિશ’

Follow Us
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
g clip-path="url(#clip0_868_265)">