વિરાટ કોહલી પર જ નિશાન તાકતા નવીન ઉલ હકે ‘સ્વીટ મેંગો’ લખ્યુ હતુ? લખનૌએ ખુલાસો રજૂ કર્યો, જુઓ
હવે આઈપીએલને લઈ હવે માહોલ રચવા લાગ્યો છે. આ મહિને દુબઈમાં ખેલાડીઓની હરાજી થશે અને ત્યાર બાદ ટીમો દ્વારા પણ ખેલાડીઓને લઈ તૈયારીઓ શરુ કરવાના કાર્યક્રમો ઘડાવા લાગશે. લખનૌ સુપર જાયન્ટસનો ખેલાડી નવીન ઉલ હકે એક ખુલાસો વિરાટ કોહલીને લઈ કર્યો છે. જે વીડિયો લખનૌ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં હવે આઈપીએલની આગામી સિઝનની હરાજી યોજાશે. હરાજીને લઈ માહોલ અત્યાર વિશ્વભરમાં ચર્ચાનો જામ્યો છે. દેશ-વિદેશની ખેલાડીઓ તેમાં હિસ્સો લઈ રહ્યા છે. જેથી દુનિયાના દરેક ખૂણે આઈપીએલની ચર્ચા હોય એ સ્વાભાવિક છે. આ દરમિયાન નવીન ઉલ હક અને વિરાટ કોહલીને લખનૌ સુપર જાયન્ટ્સે ફરી ચર્ચામાં લાવી દીધા છે. નવીને જાણે કે કોહલીને લઈ ખુલાસો કર્યો હોય એમ ઈન્ટરવ્યૂમાં મહત્વની વાત બતાવી છે.
લખનૌ સુપર જાયન્ટ્સે આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. જેમાં નવીન ઉલ હક ગત સિઝનમાં કેરી તસ્વીરો જે શેર કરી હતી, જેને લઈ એ વાત કરી રહ્યો છે. નવીન ઉલ હકની ગત સિઝનમાં શેર કરેલી કેરીની તસ્વીરોને લઈ ખૂબ ચર્ચાઓ સર્જાઈ હતી અને તેમાં ટીકા ટીપ્પણી કરવાથી લઈને ચાહકોએ મજા પણ લીધી હતી.
સ્વીટ મેંગોની તસ્વીર શેર કરી હતી
આઈપીએલ 2023 દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક આ બંને વચ્ચેની દુશ્મનીનો માહોલ સોશિયલ મીડિયામાં રચાઈ ગયો હતો. ક્રિકેટ ચાહકોને એમ જ હતુ કે, બંને વચ્ચે મામલો તંગ છે અને એ મુજબ બંને ખેલાડી અને તેમની ટીમના ફેન સોશિયલ મીડિયા પર ટીપ્પણીઓ કરતા હતા. જેને લઈ માહોલ વધારે ગરમ બન્યો હતો. નવીને એક તસ્વીર શેર કરી હતી, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી હતી એ વખતે જ અપલોડ કરી હતી. જેમાં તેણે કેપ્શન સ્વીટ મેંગો લખી હતી.
બસ આ તસ્વીર પળવારમાં જ વાયરલ થવા લાગી હતી. સાથે જ આ તસ્વીર દ્વારા વિરાટ કોહલી પર ટોણો માર્યો હોવાનુ કહેવાતુ હતુ. સૌને મન એમ જ હતુ કે, આ કોહલી પર નિશાન તાક્યુ છે અને આ જ પ્રકારનો માહોલ ચાહકોમાં જોવા મળ્યો હતો.
અસલી કહાની આમ હતી
હવે ખુદ નવીને જ આ વાતને લઈ કહ્યુ છે કે, હકીકતમાં એવુ હતુ જ નહીં. વિરાટ કોહલીને ધ્યાને રાખીને તે તસ્વીર શેર કરી નહોતી. લખનૌ ટીમે શેર કરેલ વીડિયોમાં નવીન કહી રહ્યો છે કે, હકીકત આમ નહોતી. નવીને કહ્યુ, મેં જ ધવલભાઈને કહ્યુ હતુ કે, હું કેરી ખાવા ઈચ્છુ છું. બસ એ રાતે ધવલભાઈ જાતે જ કેરી લઈને આવ્યા હતા. જ્યારે અમે ગોવા ગયા તો અમે કેરી લઈને આવ્યા હતા. તો હું સ્ક્રીન સામે બેસીને કેરી ખાઈ રહ્યો હતો. કોઈ તસ્વીર કે કંઈ નહોતુ, એ સ્ક્રીન પર મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી હતા. તો મેં સ્વીટ મેંગો લખ્યુ અને સૌએ તેને અલગ રીતે લીધુ હતુ.
Who said “sweet mangoes”?
Full interview on YouTube! #LucknowSuperGiants | #LSG | #DurbansSuperGiants | #DSG | pic.twitter.com/SKGzZv4HQ2
— Lucknow Super Giants (@LucknowIPL) December 2, 2023
આગળ કહ્યુ કે, તો મેં કંઈજ કહ્યુ નહીં. બસ એમ જ છોડી દીધુ. મે વિચાર્યુ હતુ કે, કેરીની સિઝન છે, એટલા માટે લોકોની દુકાનો પણ સારી ચાલવી જોઈએ. ધવલભાઈ લખનૌ ટીમનું લોજીસ્ટીકને કાર્ય સંભાળે છે અને તેઓને નવીને કેરી ખાવા અંગે બતાવ્યુ હતુ.
