રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી

વધુ એકવાર રોકાણ કારોને નવડાવતી સ્કિમ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઈડર પોલીસ મથકે અમદાવાદમાં મુખ્ય ઓફિસ ધરાવતી કંપનીના નામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરવામાં આવી છે. એજન્ટો મારફતે રોકાણ મેળવીને ભૂગર્ભમાં ઉતરી જવાને લઈ આખરે હવે કંપનીના સીએમડી અને એકાઉન્ટન્ટ તેમજ ભાગીદારો મળી 4 શખ્શો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Follow Us:
| Updated on: Dec 02, 2023 | 4:16 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક બાદ એક લોકોની જીવનની બચત મૂડીને રોકાણ કરાવવાને બહાને લઈને પાટીયા બંધ કરી દેતી વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ઈડરમાં અગાઉ રિકરીંગ અને અન્ય રોકાણ કંપનીએ છેતરપિંડી આચરી હતી. ત્યાર બાદ પણ વધુ બે થી ત્રણ કંપનીઓએ સાબરકાંઠા સહિત રાજ્ય વ્યાપી છેતરપિંડી રોકાણકારો સાથે આચર્યાનુ સામે આવ્યા બાદ ગુના નોંધાયા હતા. આમ હવે વધુ એક રોકાણ મેળવનારી કંપની સામે ઈડરમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઈડર પોલીસે કંપનીના સીએમડી અને ભાગીદારી સહિત 4 સખ્શો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં એક મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ ફાયનાન્સીયલ એસ્ટાબ્લીઝમેન્ટ 2003 મુજબ નોંધવામાં આવી છે. ઈડર પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી છે. આવી જ કેટલીક મોટી લાલચો બતાવી બિટકોઈન રોકાણ સહિતની લોભાણી વાતો કરી રોકાણકારોને માટે જોખમી કંપનીઓ રડારમાં હોવાનુ સામે આવ્યુ છે. જેઓ ઉઠમણાં કરે એ પહેલા જ સાણસામાં લેવાની તજવીજ શરુ થઈ છે.

અમદાવાદની કંપની સામે ફરિયાદ

ઈડરના એક એજન્ટે પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીઓએ ભાગીદારીથી એલી ગ્લોબલ મ્યુચ્યુલ બેનીફીટ નીધી લીમીટેડ તથા એલી ગ્લોબલ માઈક્રોફાયનાન્સ કંપની ખોલી હતી. જેની મુખ્ય ઓફિસ નવરંગપુરામાં આવેલ રાજકમલ પ્લાઝામાં હતી. જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ બ્રાન્ચ ઓફિસો ખોલવામાં આવી હતી. આવી જ રીતે ઈડરમાં પણ તાલુકા સ્તરની ઓફિસ ખોલી હતી.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

જ્યાં એજન્ટોને કમીશન પર રાખીને રોકાણ મેળવવાની શરુઆત કરી હતી. જેમાં ફીક્સ ડિપોઝીટ અને રિકરીંગ સેવિંગ્સ સહિત ડેઈલે પ્લાન મુજબની સ્કીમ બતાવીને કોરાણ મેળવવામાં આવતુ હતુ. આ માટે કંપની નોન બેકીંગ ફાયનાન્સ કંપની હોઈ અને ટુંક સમયમાં જ એટીએમ અને બેકિંગ લાયસન્સ મેળવી લેશે એવો ભરોસો આપીને રોકાણકારો પાસેથી ભરોસો કેળવીને રોકાણ મેળવવામાં આવ્યા હતા. આ માટે 3 થી 120 મહિનાની સ્કીમો બતાવીને 3 થી 12 ટકા સુધીના વાર્ષિક વ્યાજ આપવાનુ બતાવ્યુ હતુ. આમ કરીને ઈડર વિસ્તારમાંથી 91 લાખ 36 હજાર 348 રુપિયાનુ રોકાણ મેળવવામાં આવ્યુ હતુ. જે વર્ષ 2015 થી શરુઆત કરવામાં આવી હતી. પરંતુ પાકતી મુદતે રકમ પરત નહીં મળતા સતત ઉઘરાણીઓ કરવા છતાં પણ રકમ પરત નહીં આપતા મામલો હવે પોલીસ મથકે પહોંચ્યો છે.

હજુ પણ રોકાણકારોને રડવુ પડશે?

હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાંથી મોટા પાયે ખેડૂતોની પાસેથી રોકાણ કરાવીને ઉઠમણું કરેલ પેઢીના સમાચાર થોડાક સમય પહેલા સામે આવ્યો હતા. જેનો મુખ્ય સૂત્રધાર નવેમ્બર માસમાં અમદાવાદથી ઝડપાયો હતો. હજુ પણ આવી જ કેટલીક કંપનીઓ બીટકોઈનના નામે ખેડૂતો અને શિક્ષકો સહિત વેપારીઓના રોકાણ કરાવતા હોવાને લઈ વધુ એક વાર રોકાણકારોને રડવાનો વખત આવે એ પહેલા તેમની તપાસની શરુઆત થઈ છે. ઈડર અને ગાંભોઈમાં રોકાણકારોને રડાવ્યા બાદ હવે આવી કંપનીઓ રડારમાં આવી છે.

આ ચાર આરોપી સામે ફરિયાદ

  1. ચાર્મી સંજયકુમાર મોદી, એકાઉન્ટન્ટ, શ્વેતાંબર સોસાયટી, નારાયણપુરા અમદાવાદ
  2. શિશિર પ્રેમશંકર દરોલીયા, સીએમડી, ન્યુ મહાવીરનગર, ગિરવા, રાજસ્થાન
  3. ઉમેશ બાલ કિશન પંજાબી, રહે પુજન બંગ્લોઝ. મંજીપુરા રોડ, નડિયાદ, જિ ખેડા.
  4. સંજયકુમાર ભટ્ટાચાર્ય, રહે વિશ્વાસ ખંડ, ગોમતીનગર, લખનૌ, ઉત્તર પ્રદેશ

આ પણ વાંચોઃ પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
g clip-path="url(#clip0_868_265)">