GT vs PBKS: પંજાબ કિંગ્સ સામે આજે ગુજરાત ટાઈટન્સ ટકરાશે, ‘ગબ્બર’ દેખાડશે દમ, હાર્દિક પંડ્યા પરત ફરશે!
Gujarat Titans Vs Punjab Kings IPL 2023 match Preview: ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુરુવારે મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ટક્કર થનારી છે. ગુજરાતે ગત રવિવારે રિંકૂ સિંહના પાંચ છગ્ગા વડે હાર સહન કરી હતી.
ગત રવિવારની મેચ IPL 2023 ની યાદગાર મેચ પૈકીની છે. રિંકૂ સિંહે અમદાવાદમાં અંતિમ ઓવરમાં પાંચ છગ્ગા જમાવીને મચાવેલી ધમાલ કોઈની પણ નજર સામેથી હટે એમ નથી. મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે ગુરુવારે ગુજરાત ટાઈટન્સ મેદાને ઉતરશે ત્યારે પણ આ જ પળ યાદ રહેશે. જોકે હવે ગુજરાત રવિવારની હારને ભૂલીને નવી મેચ પર ફોકસ કરશે. ગુરુવારે સિઝનની 18મી મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાનારી છે. પંજાબ કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. અમદાવાદમાં રમાયેલી ગુજરાતની અંતિમ મેચમાં હાર્દિક પંડ્યા બિમાર હોવાને લઈ મેચ રમ્યો નહોતો. મોહાલીમાં તે ટીમનુ સુકાન ફરી સંભાળી લેવાની આશા છે.
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ સિઝનમાં અત્યાર સુધીમાં 3-3 મેચ રમ્યા છે. જેમાં બંનેએ એક એક મેચ ગુમાવી છે. એટલે કે બંને ટીમોએ 2-2 જીત મેળવી છે. હવે ગુરુવારે જે ટીમની જીત એ પોઈન્ટ્સ ટેબલમાં પોતાનુ સ્થાન સુધારવા સાથે પોઈન્ટ્સની સંખ્યા 4 થી વધારીને 6 કરી શકશે. રવિવારે ગુજરાતને માટે નંબર વન પર પહોંચવાનો મોકો હતો, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સે અમદાવાદમાં ગુજરાતને હરાવ્યુ હતુ.
મોહાલીમાં હાઈસ્કોરીંગ મેચ
ફરી એકવાર મોહાલીમાં હાઈસ્કોરીંગ મેચ જોવા મળી શકે છે. કારણ કે અહીં અત્યાર સુધીમાં ટી20 માં 11 વાર ટીમોએ 200 પ્લસ સ્કોર ખડક્યા છે. 6 વાર 200 પ્લસ સ્કોર આઈપીએલ મેચમાં જ અહીં જોવા મળ્યો છે. આમ આઈપીએલ મેચમાં ગુરુવારે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાઈસ્કોરીંગ મેચ બની શકે છે. બંને ટીમના બેટરો દમદાર છે અને આમ થવાની પુરી શક્યતા છે.
પંજાબનો કેપ્ટન શિખર ધવન ફોર્મમાં ચે. તેણે અંતિમ મેચમાં 99 રનનો નોંધાવ્યા હતા. પંજાબ માટે ગબ્બરની આ ઈનીંગ સારા સંકેત રુપ છે. મોહાલીમાં 56 આઈપીએલ મેચ રમાઈ ચુકી છે. જેમાંથી પંજાબ કિંગ્સ 30 મેચમાં જીત મેળવી ચુક્યુ છે. જ્યારે 26 મેચમાં હાર મેળવી છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ 32 વાર હારી છે, જ્યારે 24 વાર જીત મેળવી છે.
પંજાબ અને ગુજરાતની ઈલેવન ફેરફારની સંભાવના
હાર્દિક પંડ્યા અંતિમ મેચમાં રમ્યો નહોતો. આમ હવે તે પોંજાબ કિંગ્સ સામે પરત ફરતા જ તેના માટે ટીમમાં ફેરફાર થશે. વિજય શંકરને ગત મેચમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ સિવાય પંજાબ કિંગ્સમાં એક બે પરિવર્તન થઈ શકે છે. પંજાબ કિંગ્સની ટીમમાં જોકે સમસ્યા એપ્રોચની છે. સાથે જ મિડલ ઓર્ડરે પણ પોતાની જવાબદારી સમજવી જરુરી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…