3.1.2025

બગીચાની સુંદરતામાં વધારો કરતા બોંસાઈ પ્લાન્ટની આ રીતે રાખો કાળજી

Image - Getty Image 

બોંસાઈ છોડ કદમાં નાના હોય છે છતા દેખાવમાં ખૂબ જ સુંદર લાગતા હોય છે.

બોંસાઈ પ્લાન્ટની વિશષે કાળજી રાખવી પડે છે. નહીંતર તે ખરાબ થઈ જાય છે.

બોંસાઈ છોડમાં અઠવાડિયામાં માત્ર એક જ વાર પાણી આપો. વધારે પાણી આપવાથી છોડ ખરાબ થઈ શકે છે.

બોંસાઈ છોડને ઓછો સૂર્યપ્રકાશ આવતો હોય તેવા સ્થાન પર રાખવો જોઈએ.

બોંસાઈ છોડને 15 થી 23 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાનમાં રાખવો જરુરી છે.

આ છોડને વધારે ગરમ કે વધારે ઠંડી જગ્યાએ રાખવાનું ટાળવું જોઈએ.

દર બે મહિને બોંસાઈ છોડની કાપણી કરવાથી તેની વૃદ્ધિ સારી થાય છે.

બોંસાઈ પ્લાન્ટમાં દર અઠવાડિયે ઓર્ગેનિક ખાતર ઉમેરી શકો છો.