ENG vs AUS, T20 World Cup 2021: આજે કોણ સેમિફાઇનલમાં સ્થાન નિશ્વિત કરશે ? ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા, જાણો બંનેની સ્થિતી

T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England vs Australia) બંને વચ્ચે ત્રીજી મેચ રમાશે. આ પહેલા રમાયેલી 2-2 મેચમાં બંનેએ જીતની સ્ક્રિપ્ટ લખીને આગળ વધી છે.

ENG vs AUS, T20 World Cup 2021: આજે કોણ સેમિફાઇનલમાં સ્થાન નિશ્વિત કરશે ? ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા, જાણો બંનેની સ્થિતી
Eoin Morgan-Aaron Finch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 9:45 AM

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England vs Australia) ગ્રુપ 1 ની 2 અજેય ટીમ. જો તેમની વચ્ચે કોઇ તફાવત છે, તો તો તે રન રેટનો. નહીંતર આજે દુબઈમાં તેમની વચ્ચેની હરીફાઈમાં સરખા છે. બંનેએ અત્યાર સુધી 2-2 મેચ રમી છે, તેમાં જીત મેળવી છે અને આમ બંનેના ખાતામાં 4-4 પોઈન્ટ છે. પરંતુ ઈંગ્લેન્ડે તેમની બંને મેચો જંગી માર્જિનથી જીતી હોવાથી તેમનો રન રેટ વધુ સારો છે.

હવે આવી સ્થિતિમાં આજની મેચ મહત્વની છે. દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં માત્ર બંને ટીમો વચ્ચેની હાર અને જીતનો નિર્ણય જ નહીં પરંતુ સેમીફાઈનલમાં કોણ જશે તેના પર પણ ઘણી હદે જોવાનું રહેશે.

T20 વર્લ્ડ કપમાં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને વચ્ચે ત્રીજી મેચ રમાશે. આ પહેલા રમાયેલી 2-2 મેચમાં બંનેએ જીતની સ્ક્રિપ્ટ લખીને આગળ વધી છે. જ્યાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં શ્રીલંકાનો 7 વિકેટે પરાજય થયો હતો. બીજી તરફ ઈંગ્લેન્ડે તેની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં તેણે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

T20માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

T20 ક્રિકેટમાં આજે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 21મી વખત સામસામે ટકરાશે. અગાઉની 20 મેચોમાં પણ સ્પર્ધા કાંટાની જેમ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે તો ઈંગ્લેન્ડે 8 મેચ જીતી છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચોના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડનો દબદબો 3-2 છે. જ્યાં સુધી T20 વર્લ્ડ કપની સ્પર્ધાની વાત છે, બંને ટીમો બે વખત ટકરાયા છે અને 1-1 મેચ જીતી છે.

વોર્નર vs મોઈન અલી

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમોની વાત કરીએ તો ડેવિડ વોર્નરના ફોર્મમાં પરત ફરવાના કારણે ઓસ્ટ્રેલિયાની તાકાત વધી છે. પરંતુ મોઈન અલી અને આદિલ રશીદની સ્પિન જોડી પોતાની તાકાતના ટેસ્ટ માટે સંપૂર્ણ ફોર્મમાં છે. બંને ટીમોમાં ફેરફારની જગ્યા ઓછી છે. તેથી તેના વિજેતા સંયોજન સાથે જવા માંગે છે.

ઝાકળ એક મોટું પરિબળ રહેશે

બંને ટીમો વચ્ચેની મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જ્યાં ઝાકળ એક મોટું પરિબળ છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. ઝાકળને કારણે ટીમો રન ચેઝ કરવાનું પસંદ કરે છે. દુબઈમાં અત્યાર સુધી રમાયેલી મેચોના પરિણામો પણ આ દિશામાં જ નિર્દેશ કરે છે. આવી સ્થિતિમાં, બંને કેપ્ટન માટે મેચ પહેલા ટોસ જીતવું મહત્વપૂર્ણ છે, તો જ તેમની સેમિફાઇનલ બર્થ કન્ફર્મ થતી જોવા મળશે.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: પેપર ગણિતનુ અને અભ્યાસ ઇંગ્લીશનો ! BCCI એ ટીમ ઇન્ડિયાનો વિડીયો શેર કરતા જ ચાહકો ભડક્યા

આ પણ વાંચોઃ Wrestling: ઓલિમ્પિક મેડલિસ્ટ રવિ દહિયાને નથી જોઇતો ખેલ રત્ન એવોર્ડ! આશ્વર્ય સર્જનારી ઇચ્છા પ્રગટ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">