ગંભીર અને કોહલી વચ્ચેના વિવાદનો આ અનુભવી ખેલાડીએ મોટો ખુલાસો કર્યો

|

Jul 16, 2024 | 2:40 PM

કોહલી અને લખનઉના બોલર નવીન-ઉલ હક વચ્ચે ઓન ફીલ્ડ લડાઈ થઈ હતી. જેમાં ગૌતમ ગંભીર સામેલ હતો. આ આઈપીએલ 2023માં ખુબ મોટ વિવાદ રહ્યો હતો. આ ઘટના આરસીબી અને લખનઉ સુપર જાયન્ટસની આઈપીએલ મેચ દરમિયાન થઈ હતી.

ગંભીર અને કોહલી વચ્ચેના વિવાદનો આ અનુભવી ખેલાડીએ મોટો ખુલાસો કર્યો

Follow us on

અનુભવી સ્પિનર અમિત મિશ્રાએ મોટો ખુલાસો કરતા કહ્યું, ભારતીય ટીમના હેડ કોચ અને સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી વચ્ચે વિવાદનો અંત કઈ રીતે આવ્યો હતો. આઈપીએલ 2023 સીઝન દરમિયાન લખનઉ સુપર જાયન્ટસના મેન્ટર ગૌતમ ગંભીર અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુના વિરાટ કોહલી વચ્ચે મેચ દરમિયાન ધમાલ મચી હતી. આ મામલો ખુબ આગળ વધ્યો હતો પરંતુ આઈપીએલ 2024માં બદલાવ આવ્યો અને બંન્ને એકબીજા સાથે સારો વ્યવ્હાર કરતા જોવા મળ્યા હતા.

શું હતો સમગ્ર મામલો ?

કોહલી અને લખનઉ સુપર જાયન્ટસના બોલર નવીન-ઉલ હક વચ્ચે ઓન ફીલ્ડ લડાઈ થઈ હતી. જેમાં ગૌતમ ગંભીર પણ સામેલ હતા. આઈપીએલ 2023ના સૌથી વિવાદમાંથી એક વિવાદ આ હતો. આ ઘટના લખનઉના એકાના સ્ટેડિયમમાં આરસીબી અને લખનઉ સુપરજાયન્ટસ વચ્ચે આઈપીએલ દરમિયાન થઈ હતી. કોહલી અને નવીન વચ્ચે ઝગડો શરુ થયો હતો. આ વિવાદ ખુબ ચાલ્યો હતો કારણ કે, લખનઉના પૂર્વ મેન્ટર ગૌતમ ગંભીરે અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલરના સમર્થનમાં હસ્તક્ષેપ કરી અને કોહલી સાથે ટક્કર થઈ. જેના કારણે ત્રણેયને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

મિશ્રાએ વિવાદને લઈ મોટો ખુલાસો કર્યો

અમિત મિશ્રાએ એક યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું ગંભીર કોહલી પાસે જઈ આ વિવાદને બંધ કરવાનું ડગલુ ભર્યું હતુ પરંતુ મિશ્રાનું માનવું છે કે, કોહલી આ વિવાદને બંધ કરવા પહેલા આગળ આવવું જોઈતું હતુ. અમિત મિશ્રાએ કહ્યું મેં ગંભીરની અંદર એક સારી વસ્તુ જોઈ છે. વિરાટ કોહલી ગૌતમ ગંભીર પાસે ગયો ન હતો પરંતુ ગંભીર વિવાદને પૂર્ણ કરવા માટે કોહલી પાસે ગયો હતો. ગંભીરે કોહલીને પૂછ્યું તારો પરિવાર કેમ છે. કોહલી નહિ ગંભીર હતો જેમણે આ વિવાદને પૂર્ણ કરવા માટે પગલું ભર્યું હતુ. ગંભીરે તે સમયે મોટું દિલ દેખાડ્યું હતુ. કોહલીએ આ વિવાદ પૂર્ણ કરી શકતો હતો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

મિશ્રાએ એમ પણ કહ્યું કે ,કોહલી સમયની સાથે થોડો બદલાયો છે અને કદાચ આ પાવર અને પ્રસિદ્ધિને કારણે થયું છે. અમિત મિશ્રાના કહેવા પ્રમાણે, રોહિત સ્ટાર ખેલાડી બન્યા પછી પણ બદલાયો નથી.

Next Article