AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિરાટ કોહલીએ IPLમાં રચી દીધો ‘ઇતિહાસ’! હવે આની આસપાસ પહોંચવું પણ ‘અશક્ય’, 9 અલગ-અલગ સીઝનમાં કરી બતાવ્યું આ ‘કામ’

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ એક કે બે નહીં પણ 9 અલગ-અલગ સીઝનમાં આ 'કામ' કરી બતાવ્યું છે.

Breaking News: વિરાટ કોહલીએ IPLમાં રચી દીધો 'ઇતિહાસ'! હવે આની આસપાસ પહોંચવું પણ 'અશક્ય', 9 અલગ-અલગ સીઝનમાં કરી બતાવ્યું આ 'કામ'
Image Credit source: Cricinfo
| Updated on: May 17, 2026 | 5:54 PM
Share

વિરાટ કોહલીને એમ જ ‘રેકોર્ડ્સનો બાદશાહ’ કહેવામાં આવતો નથી. હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં તેણે વધુ એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે, જેને તોડવો લગભગ અશક્ય જણાય છે. વિરાટે આઈપીએલ 2026માં પોતાના 500 રન પૂરા કરી લીધા છે અને આ સિદ્ધિ તેણે પંજાબ કિંગ્સ સામેની મેચમાં મેળવી હતી. વિરાટ દુનિયાનો એવો પ્રથમ બેટ્સમેન છે કે, જેણે 9 અલગ-અલગ સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવ્યા છે.

આઈપીએલ 2026માં રમેલી 13 ઇનિંગ્સમાં વિરાટ કોહલી અત્યાર સુધીમાં 542 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેમના બેટમાંથી એક સદી અને 4 અડધી સદી (ફિફ્ટી) આવી છે. નોંધનીય બાબત એ છે કે, આખી આઈપીએલ કરિયરમાં 2026ની સીઝનમાં વિરાટનો સ્ટ્રાઈક રેટ સૌથી શાનદાર રહ્યો છે. જો કે, આઈપીએલ 2026માં તેણે અત્યાર સુધી 164.74ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે.

સૌથી વધુ IPL સીઝનમાં 500+ રન

ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી વધુ સીઝનમાં 500થી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેઓ અત્યાર સુધી 9 અલગ-અલગ સીઝનમાં 500થી વધુ રન બનાવી ચૂક્યા છે. આ યાદીમાં બીજા સ્થાને ડેવિડ વોર્નર અને કે.એલ. રાહુલ છે. આ બંનેએ સાત-સાત વખત કોઈ એક સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે.

  1. 9 વખત – વિરાટ કોહલી
  2. 7 વખત – ડેવિડ વોર્નર
  3. 7 વખત – કે.એલ. રાહુલ
  4. 5 વખત – શિખર ધવન

કઈ કઈ સીઝનમાં બનાવ્યા 500+ રન?

વિરાટ કોહલીએ પોતાની આઈપીએલ કરિયરમાં 9 અલગ-અલગ સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. તેણે પહેલીવાર 500 રનનો આંકડો વર્ષ 2011માં પાર કર્યો હતો, જ્યારે તેણે 16 મેચમાં 557 રન બનાવ્યા હતા. એક જ સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેના જ નામે છે. તેણે વર્ષ 2016ની સીઝનમાં કુલ 973 રન ફટકારી દીધા હતા.

  • 557 રન – આઈપીએલ 2011
  • 634 રન – આઈપીએલ 2013
  • 505 રન – આઈપીએલ 2015
  • 973 રન – આઈપીએલ 2016
  • 530 રન – આઈપીએલ 2018
  • 639 રન – આઈપીએલ 2023
  • 741 રન – આઈપીએલ 2024
  • 657 રન – આઈપીએલ 2025
  • 542+ રન – આઈપીએલ 2026

ગેલ, રસેલ અને બટલરના રેકોર્ડ પર નજર! શું ‘વૈભવ સૂર્યવંશી’ આ સીઝનમાં કરી બતાવશે ‘મોટું કારનામું’?

Follow Us
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 2.56 કરોડની રોકડ ઝડપાઈ
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
ક્રિકેટ સટ્ટા બેટિંગમાં કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પુત્રીના જન્મ પછી વાવવામાં આવે છે 111 ઝાડ
g clip-path="url(#clip0_868_265)">