Virat Kohli એ પહેલા ડાન્સ કર્યો, પછી પોતાના પર ગુસ્સો ઉતાર્યો અને છેલ્લે સોશ્યલ મીડિયા પરથી ડિલીટ પણ કરી નાખ્યા

|

Mar 03, 2023 | 11:32 AM

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનો બે દિવસમાં બે મિજાજ જોવા મળ્યો. પહેલા તે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. પછી પોતાના પર ગુસ્સે થતાં જોવા મળ્યો હતો.

Virat Kohli એ પહેલા ડાન્સ કર્યો, પછી પોતાના પર ગુસ્સો ઉતાર્યો અને છેલ્લે સોશ્યલ મીડિયા પરથી ડિલીટ પણ કરી નાખ્યા

Follow us on

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલીએ બે દિવસમાં બે અલગ-અલગ મૂડ બતાવ્યા હતા. ઈન્દોર ટેસ્ટના પહેલા દિવસે કોહલી પહેલીવાર લાઈવ મેચ દરમિયાન ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 22 રન બનાવ્યા હતા. ભારતનો પ્રથમ દાવ માત્ર 109 રનમાં સમેટાઈ ગયો હતો. આ પછી જ્યારે રોહિત શર્માની ટીમ ફિલ્ડિંગ માટે મેદાનમાં આવી ત્યારે કોહલીએ અચાનક ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. રોહિત પણ તેની સામે જોઈને હસવા લાગ્યો હતો, પરંતુ ટેસ્ટ મેચના બીજા દિવસે તે પોતાનો ગુસ્સો પોતાના પર કાઢતો જોવા મળ્યો હતો.

બીજા દિવસે કોહલી બીજી ઇનિંગમાં પણ ફ્લોપ રહ્યો હતો. તેણે નાથનના બોલ પર મિડ-વિકેટ પર રમવાનું નક્કી કર્યું. તે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. કોહલીએ 13 રન બનાવ્યા હતા. પરંતુ તે પછી 22.4 ઓવરમાં તે કુહનેમેનના હાથે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.

બાઉન્ડ્રી પર ઉતાર્યો ગુસ્સો

કોહલીએ રિવ્યુ પણ ન લીધો અને પેવેલિયન પણ પરત ફરવા લાગ્યો. બાઉન્ડ્રીની નજીક પહોંચ્યા પછી તેણે પોતાનો ગુસ્સો પોતાના પર ઠાલવ્યો. ગુસ્સામાં તેણે બેટને જમીન પર જોરથી માર્યું. કોહલી લગભગ 3 વર્ષથી ટેસ્ટ સદી ફટકારી શક્યો ન હતો અને ઇન્દોર ટેસ્ટમાં ફ્લોપ રહેવાની નિરાશા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. આ ટેસ્ટના પ્રથમ દાવમાં પણ તે LBW આઉટ થયો હતો.

બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ ફોટો થયા લિક
ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?

ભારતીય સ્ટાર ફ્લોપ રહ્યો હતો

ઈન્દોર ટેસ્ટની વાત કરીએ તો કોહલી સિવાય રોહિત શર્મા, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજાએ બેટિંગ કરી ન હતી. ચેતેશ્વર પુજારા પણ સારી ઇનિંગ રમી શક્યો નહોતો. ભારતે પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાએ પોતાની ઇનિંગ્સમાં 197 રન બનાવીને લીડ મેળવી હતી. ભારતીય ટીમે બીજા દાવમાં 163 રન બનાવીને મહેમાન ટીમને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ હતી. પહેલી 2 ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ ત્રીજી મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ફરી એકવાર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ ખત્મ થઈ ગઈ હતી. બીજા દાવ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટાર્ગેટ 1 વિકેટ ગુમાવી ચેઝ કરી લીધો હતો.

Next Article