થોડા મહિના પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. તેમણે સ્વામી પ્રેમાનંદ જી મહારાજ આશ્રમ જઈ હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજના દર્શન કર્યા હતા. પ્રેમાનંદ મહારાજે પતિ -પત્નીને આશીર્વાદ આપ્યા હતા.
બંન્ને સ્ટારે જે બાબાના દર્શન કર્યા હતા. તે કાનપુર નગરના રહેવાસી છે. પ્રેમાનંદ જી મહારાજ છેલ્લા કેટલાક વર્ષોથી વૃંદાવનમાં જ રહે છે. તેના પ્રવચન પણ આજકાલ ખુબ વાયરલ થતા હોય છે.શ્રીહિત પ્રેમાનંદ મહારાજનો આશ્રમ રાધા નિકુંજ વૃંદાવનના રામરેતી રોડ પર છે. દેશભરમાં તેના લાખો ફોલોઅર્સ છે.
Virat’s Vrindavan Visit
“Bhartiya cricket team ke Kaptaan”I wish he still be the Captain of #IndianCricketTeam.#INDvSL #BoycottPathaan #HardikPandya pic.twitter.com/3SEVhvyHFy
— BALIDAN4INDIA (@peacei24) January 6, 2023
તેમની બંને કિડની લગભગ દોઢ દાયકાથી ફેલ છે અને તેઓ નિયમિત ડાયાલિસિસ કરાવે છે. હાલમાં ક્રિકેટરનો વીડિયો ફરી એક વખત ખુબ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 4 જાન્યુઆરી 2022ના રોજ વૃંદાવનમાં એક આશ્રમની મુલાકાતે ગયા હતા. શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા પહોંચ્યા હતા. વાયરલ થઈ રહેલી વીડિયોમાં અનુષ્કા અને વિરાટ જમીન પર બેઠેલા જોવા મળે છે અને પુત્રી વામિકા તેની માતાના ખોળામાં બેઠેલી જોવા મળે છે. હાલમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે.
જેમાં વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો.વિરાટ કોહલીએ વનડે ઈન્ટરનેશનલમાં પચાસમી સદી ફટકારી છે, તેને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. આ સિવાય વિરાટે સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. સેમિફાઈનલની મેચ વાનખેડેમાં રમાઈ હતી ત્યારે તેની પત્ની અનુષ્કા શર્મા પણ પતિને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી થતાં મીમ્સ વાયરલ, શમીને કહો બીવી અને કીવીમાં તફાવત છે