34 મિનિટની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી વખત રણક્યો ફોન, કેપ્ટન રોહિતએ કહ્યું ‘ફોન બંધ રાખ, દોસ્ત…’
રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ લગભગ 34 મિનિટની હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ દરમિયાન નવ વાર મોબાઈલ ફોનની રિંગ વાગી હતી. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં પ્લેઈંગ ઈલેવન અંગે થોડી માહિતી શેયર કરી હતી પણ આ પ્લેઈંગ 11ની જાહેરાત ફાઈનલ મેચ દરમિયાન જ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટકરાશે. આ ફાઈનલ મેચ પહેલા કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તેણે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. આ ઘટના કેટલીક એવી ઘટના બની જેને કારણે કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ હેરાન રહી ગયા. રોહિત શર્માનો પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના પ્રદર્શન અને વર્લ્ડ કપની ફાઈનલ મેચની તૈયારી વિશે જણાવી રહ્યા હતા. આ દરમિયાન કોઈ પત્રકારને વારંવાર કોલ આવી રહ્યા હતા. તેની રિંગને કારણે રોહિત શર્મા હેરાન થઈ રહ્યો હતો. ગુસ્સામાં આવીને તેણે કહ્યું કે – શું યાર…ફોન-વોન બંધ રાખો યાર. ત્યારબાદ ભારતીય કેપ્ટને સવાલોના જવાબ આપવાનું ફરી શરુ કર્યુ. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એકવાર ફોનની રિંગ કારણે રોહિત શર્મા હેરાન થયો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં ફોનની રીંગને કારણે હેરાન થયો કોહલી
Stats from Rohit’s presser:
– 34 minutes long ⏱️ – 9 ring tone interruptions – too many journos to count #CWC23 pic.twitter.com/YeZ2ADgrpB
— Josh Schönafinger (@joshschon) November 18, 2023
Rohit Sharma – “Kya yaar phone band rakho yaar” pic.twitter.com/kvJfXtTNy0
— ™ (@LoyalYashFan) November 18, 2023
રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ લગભગ 34 મિનિટની હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ દરમિયાન નવ વાર મોબાઈલ ફોનની રિંગ વાગી હતી. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં પ્લેઈંગ ઈલેવન અંગે થોડી માહિતી શેયર કરી હતી. પણ આ પ્લેઈંગ 11ની જાહેરાત ફાઈનલ મેચ દરમિયાન જ થશે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેઈંગ-11 માં શું રોહિત કરશે કોઈ પરિવર્તન? જાણો ભારતની સંભવિત પ્લેઈંગ 11