AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી ભારત-પાકિસ્તાનની ટીમો પોત-પોતાની ઈજ્જત બચાવવા મેદાનમાં ઉતરશે

ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન એકબીજા સામે રમી રહ્યા નથી છતા 3 જાન્યુઆરીથી દરેકની નજર બંને પર છે, કારણ કે બંને ટીમોની ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે અને બંને ટીમ ક્લીન સ્વીપથી પોતાને બચાવવા મેદાનમાં ઉતરશે.

આજથી ભારત-પાકિસ્તાનની ટીમો પોત-પોતાની ઈજ્જત બચાવવા મેદાનમાં ઉતરશે
Pakistan & India
| Updated on: Jan 03, 2024 | 2:25 PM
Share

ભારત અને પાકિસ્તાન માટે બુધવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આ દિવસે બંને ટીમ ટેસ્ટ મેચમાં પોતાનું સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે. એક તરફ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમશે તો બીજી તરફ પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ મેચ રમશે.

ટીમ ઈન્ડિયા સિરીઝ ડ્રો કરવા મેદાનમાં ઉતરશે

બંને ટીમો અહીં ક્લીન સ્વીપથી બચવા માટે રમી રહી છે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ અને 32 રને હારી ગઈ હતી. હવે જો ટીમ ઈન્ડિયા સિરીઝ બરાબરી કરવા ઈચ્છે છે તો તેને કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર જીતવું પડશે. ભારતીય ટીમ હજુ સુધી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી અને હવે તેની સામે સિરીઝ બચાવવાનો એકમાત્ર મોકો છે.

ભારત-આફ્રિકા ટેસ્ટ 2 વાગ્યે શરૂ થશે

મેચ 3 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં બે મોટા ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયાની સામે પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને મુકેશ કુમારને તક મળી શકે છે, જ્યારે રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ રવીન્દ્ર જાડેજા પ્લેઈંગ-11માં આવી શકે છે.

પાકિસ્તાનની ખરાબ હાલત

ટીમ ઈન્ડિયા સિવાય જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન પણ સિડનીમાં ક્લીન સ્વીપથી બચવા પ્રયાસ કરશે. પાકિસ્તાન પહેલાથી જ 2 મેચ હારી ચૂક્યું છે અને સિરીઝ પણ હારી ચૂક્યું છે, તેથી હવે તેમનો પ્રયાસ ઓસ્ટ્રેલિયામાં ઓછામાં ઓછી એક મેચ ડ્રો કરવાનો રહેશે.

ક્લીન સ્વીપથી બચાવવાનો પ્રયાસ કરશે

આ પ્રવાસમાં પાકિસ્તાનનો બાબર આઝમ રન નથી બનાવી રહ્યો અને પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદ પણ કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નથી. એક રીતે, ભારત અને પાકિસ્તાન બંને 3 જાન્યુઆરીથી ક્લીન સ્વીપથી પોતાને બચાવવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા સામે સતત નવમી શ્રેણી હારી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">