ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પહેલા, આ સ્ટાર ખેલાડી થયો બહાર, પરિવારમાં આવી પડી છે કટોકટી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2 જુલાઈથી રમાશે. આ મેચ પહેલા એક સ્ટાર ખેલાડી ટીમની બહાર થઈ ગયો છે. આ ખેલાડીને તાજેતરમાં ટીમમાં સ્થાન મળ્યું હતુ.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં, બંને ટીમો બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2 જુલાઈથી ટકરાશે. આ મેચ પહેલા ખેલેડીને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. કૌટુંબિક કટોકટીને કારણે સ્ટાર ખેલાડી અચાનક પોતાની ટીમથી અલગ થઈ ગયો છે. આ ખેલાડીને તાજેતરમાં ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ટીમને એજબેસ્ટન ખાતે આ ખેલાડી વિના પ્રેક્ટિસ સેશનમાં પ્રવેશ કરવો પડ્યો અને તેને પ્લેઈંગ 11માં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો.
આ ખેલાડી ટીમથી થયો બહાર
ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર એજબેસ્ટન ખાતે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમના પ્રેક્ટિસ સેશનનો ભાગ બન્યો ન હતો. કૌટુંબિક કટોકટીને કારણે, તે અચાનક ટીમ છોડી ગયો છે. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એજબેસ્ટન ટેસ્ટ માટે પ્લેઇંગ 11 ની પણ જાહેરાત કરી છે, જેમાં આર્ચરનું નામ શામેલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જોફ્રા આર્ચરને લગભગ 4 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વિવિધ ઇજાઓની સમસ્યાઓથી સંઘર્ષ કરવાને કારણે, તે લાંબા સમય સુધી ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો ભાગ બની શક્યો ન હતો. તેણે ભારત સામે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તે જ સમયે, હવે એવું માનવામાં આવી રહ્યું હતું કે તે આ ટીમ સામે ટેસ્ટમાં વાપસી કરશે. પરંતુ કૌટુંબિક કટોકટીને કારણે, તે આ મેચનો ભાગ બનવાનું ચૂકી ગયો. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડે તેના પ્લેઇંગ 11 માં કોઈ ફેરફાર કર્યા નથી. તે લીડ્સ ટેસ્ટ જેવા જ સંયોજન સાથે જશે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11 ટીમ
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટોંગ, શોએબ બશીર.