ઓવલ જીત પછી ડ્રેસિંગ રૂમમાં આવો હતો જશ્નનો માહોલ, જુઓ વીડિયો
બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જીત દરમિયાન ડ્રોસિંગ રુમમાં કેવું વાતાવરણ હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ગૌતમ ગંભીરનું સેલિબ્રેશન આઉટ ઓફ કંટ્રોલ હતુ. જુઓ વીડિયો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત પર આપણે મેદાન પર ખેલાડીઓને જશ્ન મનાવતા જોયા હતા પરંતુ તે સમયે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રુમનો માહોલ કાંઈ અલગ જ હતો.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એટલે કે, બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં ડ્રેસિંગ રુમનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં કોચ ગૌતમ ગંભીરના રિએક્શન પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. સામાન્ય રીતે શાંત જોવા મળતા ગૌતમ ગંભીર હાર-જીત પર રિએક્શન આપતા નથી. પરંતુ આ જીત એટલી ખાસ હતી કે, ગૌતમ ગંભીર આઉટ ઓફ કંટ્રોલ થયા હતા.
ભારત 4 વિકેટથી દુર
ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને જીત માટે 35 રનની જરુર હતી, તેમજ ભારત 4 વિકેટથી દુર હતુ. મોહમ્મદ સિરાજે બોલિંગ એવી શાનદાર કરી હતી કે, ટીમ ઈન્ડિયા આ રોમાંચક મેચ 6 રનથી જીતી હતી. પાંચમાં દિવસે દરેક લોકોના મનમાં સવાલ હતો કે, કોણ જીતશે. મેચના રોમાંચનો અંદાજ એ વાત પરથી લગાડી શકાય કે, ઈજાગ્રસ્ત હોવા છતાં ક્રિસ વોક્સ બેટિંગ કરવા મેદાન પર આવ્યો હતો.ટીમ ઈન્ડિયાએ આ મેચને પોતાને નામે કરી તો હેડ કોચ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રુમમાં આઉટ ઓફ કંટ્રોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમણે બોલિંગ કોચ માર્ને મોર્કલની સાથે સહાયક કોચને પણ ગળે લગાવ્યો હતો. જુઓ વીડિયો
View this post on Instagram
ઓવલ ટેસ્ટની જીત ગંભીર માટે મહત્વની
ગૌતમ ગંભીર માટે ઓવલની જીત આ ખુશી સીરિઝને ડ્રો થવી, બધી રીતે મહત્વની હતી. કારણ કે, આનાથી તેની સાથે તેના ચાહકો ભારતીય ક્રિકેટના ચાહકોનું એક કનેક્શન જોડાયેલું છે. ઓવલ ટેસ્ટમાં મળેલી જીત ગૌતમ ગંભીરની કોચિંગમાં ભારતને મળેલી આત્રીજી ટેસ્ટ જીત છે. તેની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી 8 મેચ ગુમાવી હતી અને આ કારણે તેના માટે ઓવલ ટેસ્ટ જીતવી મહત્વ પૂર્ણ હતી.
