AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યાની એક ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે હોશ, આટલી પ્રાઈઝમાં તો 100 BMW આવી જાય

હાર્દિક પંડ્યા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પણ પહોંચાડી ચૂક્યો છે. જોકે, આ સમાચાર તેની રમત વિશે નથી, પરંતુ તેની ખાસ ઘડિયાળ વિશે છે. હાર્દિક પંડ્યાની ઘડિયાળ એટલી મોંઘી છે કે તેની કિંમતમાં 100 થી વધુ BMW કાર ખરીદી શકાય છે.

હાર્દિક પંડ્યાની એક ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે હોશ, આટલી પ્રાઈઝમાં તો 100 BMW આવી જાય
Hardik Pandya's watchImage Credit source: Instagram
| Updated on: Sep 25, 2025 | 7:54 PM
Share

હાર્દિક પંડ્યા મેદાન પર તેના જોરદાર સિક્સર અને મક્કમ બોલિંગ માટે જાણીતો છે, પરંતુ બીજી એક વાત છે જે તેને ઘણીવાર હેડલાઈન્સમાં રાખે છે. તે છે હાર્દિક પંડ્યાની ઘડિયાળો. હાર્દિક પંડ્યા તેના ઘડિયાળોના કલેક્શનને લઈ અનેકવાર સમાચારોમાં રહ્યો છે અને ફરી એકવાર, ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર આવી જ એક ઘડિયાળ માટે સમાચારમાં છે.

હાર્દિક પંડ્યાનો ઘડિયાળ સાથેનો ફોટો વાયરલ

હાર્દિક પંડ્યાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે 100 BMW કારથી વધુ કિંમતની ઘડિયાળ પહેરી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે હાર્દિક પંડ્યા કેવા પ્રકારની ઘડિયાળ પહેરે છે અને તેની કિંમત શું છે. ચાલો તમને જણાવીએ.

રિચાર્ડ મિલે RM 56-03 બ્લુ સેફાયર ઘડિયાળ

હાર્દિક પંડ્યા જે ઘડિયાળ પહેરે છે તેનું નામ રીશા મિલ છે. હાર્દિકે રિચાર્ડ મિલે RM 56-03 બ્લુ સેફાયર ઘડિયાળ પહેરી છે જેની કિંમત 50 કરોડ રૂપિયાથી વધુ છે. રિચાર્ડ મિલે RM 56-03 એ એક લક્ઝરી ટુરબિલન ઘડિયાળ છે જે બ્રાન્ડની સેફાયર શ્રેણીનો ભાગ છે.

ઘડિયાળની કિંમત 53 કરોડ રૂપિયા

આ ઘડિયાળ તેની પારદર્શક ડિઝાઈન માટે જાણીતી છે. તે સંપૂર્ણપણે સ્ક્રેચ-પ્રૂફ છે, અને રનો કેસ બનાવવામાં 40 દિવસથી વધુ સમય લાગે છે. આ ઘડિયાળ 50 મીટર સુધી વોટર રેઝિસ્ટન્સ છે. આવી ફક્ત ત્રણ જ ઘડિયાળ બનાવવામાં આવી છે, અને તેની માર્કેટ કિંમત 53 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

એશિયા કપ જીતવાનો પડકાર

હાર્દિક પંડ્યા પાસે ફક્ત આ એક જ મોંઘી ઘડિયાળ જ નથી. તેની પાસે એક કરોડ રૂપિયાથી વધુ કિંમતની અનેક ઘડિયાળો છે. હાર્દિક પંડ્યાનું ઘડિયાળોનું કલેક્શન ખરેખર જોરદાર છે. ક્રિકેટની વાત કરીએ તો, પંડ્યા UAEમાં રમાઈ રહેલા એશિયા કપમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરી રહ્યો છે, અને હવે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. 28 સપ્ટેમ્બરના રોજ ફાઈનલમાં ભારત કઈ ટીમ સામે રમશે તે હજુ નક્કી નથી.

આ પણ વાંચો: એશિયા કપ 2025માં ભારત-શ્રીલંકા પહેલીવાર ટકરાશે, જાણો મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">