AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત સામે મહામુકાબલા માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11 આવી સામે, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ આઠમી વખત ભારત સામે ટકરાવાની છે. કેપ્ટન બાબર આઝમ શરૂઆતની મેચ હાર્યા બાદ દબાણમાં છે અને ન્યૂયોર્કમાં ભારત સામે કોઈપણ ભોગે જીતવા માંગે છે. આ માટે તેમણે પોતાની પ્લેઈંગ-11માં ફેરફાર કર્યા છે. મેચ શરૂ થવાના કલાક પહેલા જ પાકિસ્તાનની પ્લેઈંગ-11 સામે વિશે માહિતી સામે આવી છે. જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?

IND vs PAK: ભારત સામે મહામુકાબલા માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11 આવી સામે, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Pakistan
| Updated on: Jun 09, 2024 | 6:56 PM
Share

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમ અમેરિકા સામે પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ હાર બાદ ટીમને માત્ર નુકસાન જ નથી થયું પરંતુ હવે તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો પણ છે. જો પાકિસ્તાન ભારત સામે હારી જશે તો તેના માટે સુપર-8 માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય બની જશે. એટલા માટે બાબર આઝમ કોઈપણ કિંમતે ભારત સામે જીતવા માંગે છે. આ માટે તેણે તેની પ્લેઈંગ ઈલેવન પણ નક્કી કરી લીધી છે, જે ભારત સામે ન્યૂયોર્કમાં રમશે.

આઝમ ખાન ટીમમાંથી બહાર

બાબર આઝમ હવે કોઈ ભૂલ કરવા માંગતો નથી. તે ઈચ્છે છે કે તેની ટીમના શ્રેષ્ઠ અગિયાર ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને પડકાર આપે અને મેચ જીતવામાં મદદ કરે. એટલા માટે તેણે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. પાકિસ્તાની કેપ્ટને સૌથી પહેલા ઘણી મેચોથી ફ્લોપ રહેલા આઝમ ખાનને ટીમમાંથી બહાર કર્યો છે. તેના સ્થાને રોહિત શર્માની ટીમ સામે ટીમના અનુભવી ખેલાડી ઈમાદ વસીમને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈમાદ વસીમ પ્લેઈંગ-11માં સામેલ

ઈમાદને T20નો લાંબો અનુભવ છે અને તે ઘણી ક્રિકેટ લીગમાં રમી ચૂક્યો છે. હાલમાં જ તેણે નિવૃત્તિ પાછી ખેંચી હતી અને હવે ભારત સાથે રમવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ શ્રેણીમાં ઈજાના કારણે તે અમેરિકા સામે રમી શક્યો નહોતો.

પાકિસ્તાનની ટીમમાં ચાર ફાસ્ટ બોલર

જોકે બાબરે પાકિસ્તાનની ટીમમાં અન્ય કોઈ ફેરફાર કર્યા નથી. તે પોતે મોહમ્મદ રિઝવાન સાથે ઓપનિંગ કરવા આવશે, જ્યારે ઉસ્માન ખાન ત્રીજા નંબરે અને ફખર ઝમાન ચોથા નંબર પર બેટિંગ કરશે. જ્યારે ઈફ્તિખાર અહેમદ અને સ્પિન ઓલરાઉન્ડર શાદાબ ખાનને ટીમની સ્થિતિ અનુસાર રમવા માટે મોકલવામાં આવશે. પાકિસ્તાનની ટીમમાં શાહીન આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર અને હરિસ રઉફ ચાર ફાસ્ટ બોલર હશે.

હાર બાદ પાકિસ્તાની ટીમ પર પ્રતિબંધ

પાકિસ્તાનની ટીમને અમેરિકામાં મેનેજમેન્ટ દ્વારા ઘણી સ્વતંત્રતા આપવામાં આવી હતી. ટીમના ખેલાડીઓને ફરવા માટે બહુ પ્રતિબંધો નહોતા. અમેરિકા સામેની શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ કડક બન્યું છે. તેણે ખેલાડીઓ માટે હોટલની અંદર અને બહાર જવાની સમય મર્યાદા નક્કી કરી છે. PCB ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા સામેની મેચ પહેલા ખેલાડીઓ અનુશાસનમાં રહે. તાજેતરમાં, કેપ્ટન બાબર આઝમ સહિત તમામ ખેલાડીઓને સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરવાની મનાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : IND vs PAK: ટીમ ઈન્ડિયાને મોટો ફટક, જસપ્રીત બુમરાહ થયો ઘાયલ, પાકિસ્તાન સામે રમવું મુશ્કેલ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
g clip-path="url(#clip0_868_265)">