IND vs BAN: IPLમાં થઈ બદનામી… હવે વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ કર્યું જોરદાર પરાક્રમ, એન્ટિગુઆમાં તોડ્યો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એન્ટીગુઆમાં બાંગ્લાદેશ સામેની મેચમાં બેટ વડે કમાલ કરી બતાવી. આ જમણા હાથના બેટ્સમેને માત્ર 27 બોલમાં 50 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેણે આ ઈનિંગથી તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.

IND vs BAN: IPLમાં થઈ બદનામી… હવે વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ કર્યું જોરદાર પરાક્રમ, એન્ટિગુઆમાં તોડ્યો રેકોર્ડ
Hardik Pandya
Follow Us:
| Updated on: Jun 22, 2024 | 10:31 PM

IPLમાં જે ખેલાડી સાથે ખૂબ દુર્વ્યવહાર થતો હતો, જેની સામે તેની જ ટીમના ચાહકો બૂમાબૂમ કરી રહ્યા હતા, તેણે હવે બધાને તાળીઓ પાડવા માટે મજબૂર કરી દીધા છે. અમે વાત કરી રહ્યા છીએ હાર્દિક પંડ્યાની, જેણે T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં બાંગ્લાદેશ સામે કમાલ કરી હતી. એન્ટિગુઆમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ માત્ર 27 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પોતાની ઈનિંગમાં 3 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. આ ઈનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ 196 રનનો જંગી સ્કોર બનાવ્યો, જે એન્ટિગુઆના મેદાન પર સૌથી મોટો T20 સ્કોર પણ છે.

બાંગ્લાદેશમાં સામે પંડ્યાની ફિફ્ટી

બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યાની આ ઈનિંગ ઘણી ખાસ છે. કારણ કે એક સમય એવો હતો જ્યારે ટીમ ઈન્ડિયાએ 12મી ઓવર સુધીમાં વિરાટ, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો રન રેટ સારો હતો પરંતુ વિકેટો વહેલા પડી ગયા બાદ ટીમ ઈન્ડિયાને હાર્દિક પાસેથી ખાસ ઈનિંગની આશા હતી અને આ ખેલાડી તેના પર ખરો ઉતર્યો. હાર્દિક પંડ્યાએ શિવમ દુબે સાથે 34 બોલમાં 53 રનની ભાગીદારી કરી હતી. આ પછી પંડ્યાએ પણ અક્ષર પટેલ સાથે 17 બોલમાં 35 રન જોડ્યા હતા. પંડયાએ ઈનિંગની અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારી ફિફ્ટી પણ પૂરી કરી હતી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

T20 વર્લ્ડ કપમાં હાર્દિકનો દબદબો

હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બોલિંગ હોય કે બેટિંગ, આ ખેલાડીએ પોતાની તાકાત બતાવી છે. પંડ્યાએ 3 ઈનિંગ્સમાં 44થી વધુની એવરેજથી 89 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 7 વિકેટ પણ લીધી છે.

આ પણ વાંચો: IND vs BAN: રોહિત શર્મા ફરી નિષ્ફળ, ડાબા હાથના બોલર સામે સતત ચોથી વખત થયો આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">