AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: રોહિત શર્મા ફરી નિષ્ફળ, ડાબા હાથના બોલર સામે સતત ચોથી વખત થયો આઉટ

બાંગ્લાદેશ સામેની સુપર 8 મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ ફરી એકવાર કેપ્ટન રોહિત શર્માનું બેટ સારી શરૂઆત અને દમદાર ફટકાબાજી બાદ અચાનક શાંત થઈ ગયું હતું. રોહિત શર્મા ખૂબ જ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. જોકે આ વિકેટમાં ખાસ વાત એ હતી કે રોહિત ફરી એકવાર લેફ્ટ હેન્ડ બોલર સામે આઉટ થયો હતો.

IND vs BAN: રોહિત શર્મા ફરી નિષ્ફળ, ડાબા હાથના બોલર સામે સતત ચોથી વખત થયો આઉટ
Rohit Sharma
| Updated on: Jun 22, 2024 | 9:06 PM
Share

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ફરી એકવાર નિષ્ફળ રહી છે. રોહિત અને વિરાટ કોહલીની જોડી અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચોમાં નિષ્ફળ રહી છે. બાંગ્લાદેશ સામેની સુપર 8 મેચમાં રોહિત શર્માની ભૂલને કારણે આ જોડી તૂટી ગઈ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ વિરૂદ્ધ શાનદાર શરૂઆત કરી હતી, બોલ તેના બેટ પર સારી રીતે આવી રહ્યો હતો પરંતુ ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં રોહિતે તેની વિકેટ ફેંકી દીધી હતી.

રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો

રોહિત શર્મા ક્રિઝ પર આવ્યો અને તેણે આવતાની સાથે જ બાંગ્લાદેશી બોલરો પર દબાણ બનાવવાનું શરૂ કર્યું. રોહિતે શાનદાર સ્ટાઈલમાં ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. પરંતુ આ પછી રોહિતે ચોથી ઓવરમાં મોટી ભૂલ કરી. શાકિબ અલ હસનના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા બોલ હવામાં ફટકાર્યો અને ઝાકિર અલીએ એક શાનદાર કેચ લીધો હતો. રોહિત શર્માને આ શોટ રમવાની જરૂર નહોતી કારણ કે તેણે આ ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો પરંતુ તેણે તેમ કર્યું નહીં અને તેની વિકેટ ગુમાવી દીધી.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ચોથી વખત ડાબા હાથના બોલર સામે આઉટ થયો

રોહિત શર્માની વિકેટની ખાસ વાત એ હતી કે તે સતત ચોથી વખત ડાબા હાથના બોલર સામે આઉટ થયો હતો. છેલ્લી ત્રણ મેચમાં તેને લેફ્ટ આર્મ પેસરે આઉટ કર્યો હતો અને આ વખતે તે લેફ્ટ આર્મ સ્પિનરનો શિકાર બન્યો હતો. જો કે, રોહિત શર્માની વિકેટ શાકિબ અલ હસન માટે ખૂબ જ ખાસ બની હતી. હકીકતમાં, તે T20 વર્લ્ડ કપમાં પચાસ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ બન્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024: ICCએ ટીમ ઈન્ડિયાને પૈસાના મામલે ફસાવી, કેપ્ટન રોહિત શર્મા ટેન્શનમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">