T20 World Cup 2024 : વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યા બાદ પણ બાબર આઝમનું થયું ભારે અપમાન
બાબર આઝમે અમેરિકા સામે 43 બોલમાં 44 રન બનાવીને વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. હવે તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મોટા રેકોર્ડ સિવાય વધુ એક રેકોર્ડ પણ બાબરે આ મેચમાં બનાવ્યો હતો. T20 વર્લ્ડ કપમાં બેટ્સમેન તરીકે આ ખૂબ જ ખરાબ રેકોર્ડ માનવામાં આવે છે. જે બાદ બાબર ખૂબ ટ્રોલ થયો હતો.
બાબર આઝમની ઘણી વખત વિરાટ કોહલી સાથે સરખામણી કરવામાં આવી છે. વિરાટ કોહલીની જેમ તેણે પણ અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. T20 વર્લ્ડ કપ પાકિસ્તાનની ઓપનિંગ મેચમાં તેણે 43 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. આ સાથે તેણે T20 ઈન્ટરનેશનલમાં રનના મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે અને T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. બાબરે હવે 113 ઈનિંગ્સમાં કુલ 4067 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 110 ઈનિંગ્સમાં 4038 રન બનાવ્યા છે. અમેરિકા સામેની મેચમાં તેના નામે વધુ એક નવો રેકોર્ડ જોડાયો હતો પરંતુ તેનાથી તેનું ઘણું અપમાન થયું છે.
બાબર આઝનો શરમજનક રેકોર્ડ
બાબર આઝમે ભલે T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હોય પરંતુ તેના રેકોર્ડમાં પણ ખામી રહી ગઈ છે. બાબરને તેની સ્ટ્રાઈક રેટ માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યો છે. તેણે અમેરિકા સામે હદ વટાવી દીધી. અમેરિકા જેવી બિનઅનુભવી બોલિંગ સામે તેણે પાવરપ્લેમાં 14 બોલમાં માત્ર 4 રન બનાવ્યા. હવે આ સાથે તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાવરપ્લે દરમિયાન એક ઈનિંગમાં સૌથી ધીમી બેટિંગ કરનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ શરમજનક રેકોર્ડ શ્રીલંકાના તિલકરત્ને દિલશાનના નામે હતો જેણે 2014 T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે પાવરપ્લેમાં 11 બોલમાં 12 રન બનાવ્યા હતા.
Babar Azam has surpassed Virat Kohli for the most runs in T20Is. pic.twitter.com/pGM4UJbmej
— CricTracker (@Cricketracker) June 7, 2024
બાબરે 86.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી
બાબર આઝમના નામે આ ખરાબ રેકોર્ડ માત્ર એક ઈનિંગનો નથી. તે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાવરપ્લેમાં અત્યાર સુધીનો સૌથી ધીમો બેટ્સમેન પણ છે. બાબરે T20 વર્લ્ડ કપમાં 14 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં તેણે માત્ર 86.91ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. આ ઈનિંગ્સમાં તેણે પાવરપ્લે દરમિયાન કુલ 191 બોલમાં 166 રન બનાવ્યા છે. જ્યારે T20 કરિયરમાં બાબરનો સ્ટ્રાઈક રેટ 129 છે.
If Babar Azam scores 50+ with a strike rate over 200: ~ I will delete my Twitter account for forever. #BabarAzam #PakistanCricket #ViratKohli #T20WorldCup pic.twitter.com/lccDmFiTQj
— ICC Asia Cricket (@ICCAsiaCricket) June 7, 2024
બાબર આઝમની ધીમી બેટિંગ હારનું કારણ?
અમેરિકા સામે હાર્યા બાદ પાકિસ્તાની ચાહકો શરમ અનુભવી રહ્યા છે. બાબર આઝમની ધીમી બેટિંગ પણ તેનું મોટું કારણ હતું. તેણે 102ના સ્ટ્રાઈક રેટથી માત્ર 44 રન બનાવ્યા. આનાથી પાછળથી આવેલા બેટ્સમેનો પર દબાણ આવ્યું અને તેઓ ઝડપી રન બનાવવાના પ્રયાસમાં આઉટ થતા રહ્યા. પાકિસ્તાનની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી અને અમેરિકાએ પહેલા મેચ ટાઈ કરી અને પછી સુપર ઓવર મેચ જીતી લીધી.
આ પણ વાંચો : T20 World Cup 2024 : 25 ડોલરમાં ક્રિકેટરો સાથે ડિનર, અમેરિકા સામે હાર બાદ પાકિસ્તાને પાર્ટી રદ્દ કરી