યશસ્વી જ્યસ્વાલ ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ છે. યશસ્વી હાલમાં અમેરિકામાં ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ વચ્ચે જયસ્વાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરી છે.યશસ્વીની પોસ્ટની સાથે-સાથે સૂર્યકુમાર યાદવની કોમેન્ટ પર ચાહકો રિએક્શન આપી રહ્યા છે.
ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 28 મેના રોજ એક પોસ્ટ શેર કરી છે. જ્યસ્વાલે ન્યુયોર્કના ગાર્ડન સિટીમાંથી રસ્તા પરથી એક સેલ્ફી પોસ્ટ કરી છે. જેના પર સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ દરમિયાન રોહિત શર્માના ગુસ્સાની યાદ અપાવી છે. સીનિયર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે જયસ્વાલની પોસ્ટ પર કોમેન્ટ કરતા કહ્યું સંભલ કે ગાર્ડનમે ઘૂમેગા તો પતા હૈ ના, આ કોમેન્ટ પર અનેક લોકો રિએક્શન પણ આપી રહ્યા છે.
સૂર્યાની આ કોમેન્ટ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ સાથે જોડાયેલી છે. તે દરમિયાન રોહિત શર્મા ખેલાડીઓને મેદાન પર આરામ કરતા જોઈ ખુબ ગુસ્સે થયો હતો. તેમણે ફીલ્ડરોને સતર્ક રહેવાની વાત કરી હતી. રોહિતનો આ ‘ગાર્ડન મે ઘુમને ‘ વાળો ડાયલોગ સ્ટંપ માઈક પર કેદ થઈ હતી. અને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ભારતીય ટીમની ટી20 વર્લ્ડકપમાં પહેલી મેચ 5 જૂનના રોજ ન્યુયોર્ક સામે મેચ છે. 9 જૂને હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. કારણ કે, 9 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકકર જોવા મળશે. ત્યારબાદ 12મી જૂને અમેરિકા અને 15મી જૂનના રોજ કેનેડા સામે મેચ છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપમાં સુપર 8 મેચ 19 જૂનથી શરુ થશે. ટી 20 વર્લ્ડકપની સેમી ફાઈનલ મેચ 27 જૂન અને ફાઈનલ 29 જૂનના રોજ રમાશે.
આ પણ વાંચો : T20 World Cup 2024 : આ 5 યુવા ખેલાડીઓ પહેલીવાર રમશે T20 વર્લ્ડ કપ, મચાવી શકે છે ધમાલ, જુઓ ફોટો