T20 World Cup 2024: ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, 13 મહિના બાદ ઘાતક બોલરની વાપસી

ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારત બાદ હવે ઈંગ્લેન્ડે પણ ટીમની જાહેરાત કરી છે. કોણીની ઈજાના કારણે એક વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહેલા જોફ્રા આર્ચરની ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી થઈ છે. ટીમની કમાન જોસ બટલરના હાથમાં છે. ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ મોટેભાગના બેટ્સમેન હાલ IPLમાં ધમાલ મચાવી રહ્યા છે.

T20 World Cup 2024: ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, 13 મહિના બાદ ઘાતક બોલરની વાપસી
England
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 9:15 PM

ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 15 સભ્યોની ટીમની કમાન જોસ બટલરના હાથમાં રહેશે. ઈંગ્લેન્ડની ટીમની ખાસ વાત એ છે કે જોફ્રા આર્ચરની 13 મહિના બાદ વાપસી થઈ છે. જોફ્રા આર્ચર ઈજાના કારણે ક્રિકેટથી દૂર હતો. ટીમમાં તેની પસંદગીનો મતલબ એ છે કે તે હવે આ વર્ષે પ્રથમ વખત મેચ રમતો જોવા મળશે.

જોફ્રા આર્ચર 13 મહિના બાદ ઈંગ્લેન્ડની ટીમમાં પરત ફર્યો

જોફ્રા આર્ચર કોણીની ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. તેને આ ઈજામાંથી બહાર આવતાં એક વર્ષનો સમય લાગ્યો હતો. તેની રિકવરી હજુ ચાલુ છે. જોફ્રા આર્ચરે માર્ચ 2023માં ઈંગ્લેન્ડ માટે તેની છેલ્લી મેચ રમી હતી. જોફ્રા આર્ચરની જેમ ક્રિસ જોર્ડન પણ લાંબા સમય બાદ ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી કરતો જોવા મળ્યો છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર 2023માં રમી હતી.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

ઈંગ્લેન્ડની બેટિંગ મજબૂત

ઈંગ્લેન્ડની બેટિંગની વાત કરીએ તો તેના તમામ બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. અને ટીમમાં પસંદ કરાયેલા તમામ બેટ્સમેનો IPL 2024માં રન અને સદી ફટકારી રહ્યા છે. ઈંગ્લેન્ડે જોસ બટલર, વિલ જેક્સ, ફિલ સોલ્ટ, જોની બેરસ્ટોને બેટ્સમેન તરીકે સ્થાન આપ્યું છે. તે બધા ટોપ ઓર્ડરમાં હશે. આ સિવાય હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, મોઈન અલી અને સેમ કરન જેવા મજબૂત ખેલાડીઓ છે જે ટીમને નીચલા ક્રમમાં બેટિંગમાં તાકાત આપે છે.

આર્ચર-જોર્ડનની વાપસી સાથે પેસ એટેકમાં સુધારો

મોઈન અલી અને સેમ કરન ઓલરાઉન્ડરની ભૂમિકામાં હશે. આ સાથે જ જોફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનના આવવાથી ટીમની ફાસ્ટ બોલિંગની તાકાત વધી છે. આદિલ રાશિદ અને ટોમ હાર્ટલી ઈંગ્લેન્ડના સ્પિન એટેકનું નેતૃત્વ કરશે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ઈંગ્લેન્ડની ટીમ:

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, હેરી બ્રૂક, સેમ કુરાન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગ્સ્ટન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, માર્ક વુડ.

આ પણ વાંચો : IPL 2024: KKRના ખેલાડી પર BCCI દ્વારા મોટી કાર્યવાહી, એક મેચ માટે સસ્પેન્ડ, એક પૈસો પણ નહીં મળે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">