AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટર યુવરાજ, હરભજન અને રૈનાને શું થયું, વીડિયો જોઈ ચોંકી ગયા ફેન્સ

ભારતીય ટીમે એક મહિનામાં બે ટ્રોફી જીતી છે. પ્રથમ, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી. હવે ભારતના નિવૃત્ત ખેલાડીઓએ યુવરાજ સિંહની કપ્તાનીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)નો ખિતાબ જીત્યો છે.

VIDEO: પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટર યુવરાજ, હરભજન અને રૈનાને શું થયું, વીડિયો જોઈ ચોંકી ગયા ફેન્સ
| Updated on: Jul 15, 2024 | 6:26 AM
Share

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ભારત અને પાકિસ્તાનની ટીમો સામેલ હતી. આ સમગ્ર લીગનું આયોજન ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાંથી ટોપ-4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી.

ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીત બાદ યુવરાજ સિંહ, સુરેશ રૈના અને હરભજન સિંહ અજીબોગરીબ વર્તન કરતા જોવા મળ્યા, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

‘હુસ્ન તેરા તૌબા તૌબા’ પર ક્રિકેટરોની નવીન સ્ટાઈલ

યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ત્રણેય ખેલાડીઓ અનોખા અંદાજમાં પાકિસ્તાન સામેની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ વીડિયોમાં વિકી કૌશલની આગામી ફિલ્મ બેડ ન્યૂઝનું વાયરલ ગીત ‘હુસ્ન તેરા તૌબા તૌબા’ વાગી રહ્યું છે અને યુવરાજ કમર પર હાથ રાખીને વિચિત્ર રીતે ચાલતો પ્રવેશે છે.

અજીબોગરીબ કૃત્યથી ત્રણેય ખેલાડીઓ  મજાક ઉડાવી

તેના પછી હરભજન સિંહ તેના પગ પકડીને પ્રવેશ કરે છે, ત્યારબાદ સુરેશ રૈના આવે છે અને થોડો ડાન્સ કર્યા પછી તેણે પણ તેના પગ પકડી લીધા હતા. આ અજીબોગરીબ કૃત્યથી ત્રણેય ખેલાડીઓ  મજાક ઉડાવી રહ્યા છે, કારણ કે હરભજન સિંહે તેને શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે 15 દિવસ સુધી લિજેન્ડ્સ ક્રિકેટ રમ્યા બાદ શરીર બગડી ગયું. તે કહેવાની કોશિશ કરી રહ્યો હતો કે આ ઉંમરે આ ટુર્નામેન્ટ રમ્યા બાદ તેના પગમાં જીવ બચ્યો નથી.

WCL ફાઇનલ જીતનો હીરો અંબાતી રાયડુ રહ્યો હતો. 157 રનનો પીછો કરવા આવેલા ભારતીય ચેમ્પિયન્સ માટે તેણે ધીમી પીચ પર 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. જેના કારણે ભારત માટે મેચ આસાન બની હતી. આથી તેને ફાઈનલ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. યુસુફ પઠાણે છેડે આવીને 16 બોલમાં 30 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે આખી ટુર્નામેન્ટમાં 7 મેચ રમી અને 55ની એવરેજથી 221 રન બનાવ્યા. આમાં 3 ફિફ્ટી પણ સામેલ હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 157 હતો. સૌથી વધુ રન બનાવવાના મામલે તે ચોથા સ્થાને રહ્યો. આ શાનદાર પ્રદર્શન માટે યુસુફ પઠાણને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
કોમનવેલ્થના દાવા વચ્ચે રિવરફ્રન્ટ પર ટેનિસ કોર્ટની બદતર હાલત
g clip-path="url(#clip0_868_265)">