રન ચેઝમાં સાઉથ આફ્રિકાનો પરસેવો છૂટી ગયો, હાર છતાં અફઘાનિસ્તાને દિલ જીતી લીધું

|

Nov 11, 2023 | 9:02 AM

દક્ષિણ આફ્રિકા પહેલાથી જ વર્લ્ડ કપ 2023 ની સેમી ફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યું હતું, પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રન ચેઝમાં તેમની નબળાઈ લીગ તબક્કાની છેલ્લી મેચમાં પણ દેખાઈ હતી અને અફઘાનિસ્તાને તેમને સરળતાથી જીતવા ન જ દીધા. અફઘાનિસ્તાન મેચ ચોક્કસથી હાર્યું પરંતુ ટુર્નામેન્ટમાં યાદગાર પ્રદર્શનથી તેમણે બધાનું દિલ જીત્યું હતું.

રન ચેઝમાં સાઉથ આફ્રિકાનો પરસેવો છૂટી ગયો, હાર છતાં અફઘાનિસ્તાને દિલ જીતી લીધું
South Africa Vs Afghanistan

Follow us on

વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલમાં પહોંચી ગયેલી દક્ષિણ આફ્રિકાએ ફરી એકવાર મોટી મેચ પહેલા બતાવી દીધું છે કે તેના માટે રનનો પીછો કરવો કેટલો મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકાએ 16 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની તેમની સેમી ફાઈનલ મેચ પહેલા લીગ તબક્કાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકાની નબળાઈ સામે આવી

ગેરાલ્ડ કોટજિયાની શાનદાર બોલિંગના દમ પર દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને માત્ર 244 રનમાં જ રોકી દીધું અને પછી રાસી વાન ડેર ડુસેનની લડાયક અડધી સદીએ ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી. જો કે ફરી એકવાર ટાર્ગેટનો પીછો કરવામાં દક્ષિણ આફ્રિકાની નબળાઈ સામે આવી હતી.

રનચેઝમાં આફ્રિકાનો પરસેવો છૂટી

તેની વિસ્ફોટક બેટિંગે દક્ષિણ આફ્રિકાને સેમી ફાઈનલ સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી, જેણે મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા આ બધું કર્યું. જ્યારે પણ તેને બીજા નંબર પર બેટિંગ કરવી પડતી ત્યારે તેને પરસેવો છૂટી ગયો હતો.

Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video

અફઘાનિસ્તાનને બધાના દિલ જીતી લીધા

દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાની સામે દક્ષિણ આફ્રિકા માત્ર 83 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન સામે પણ તેમનો રસ્તો સરળ ન હતો અને હાર છતાં આ વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી અફઘાનિસ્તાનને બધાના દિલ જીતી લીધા હતા.

આફ્રિકાના બોલરોની જોરદાર શરૂઆત

માત્ર 5 દિવસ પહેલા જ દક્ષિણ આફ્રિકાને ઈડન ગાર્ડન્સમાં ટીમ ઈન્ડિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ફરી એકવાર એ જ મેદાન પર ફિલ્ડિંગ કરવું પડ્યું અને ફરી એક વાર રનચેઝ કરવો પડ્યો. જોકે, લગભગ દરેક મેચની જેમ આ વખતે પણ દક્ષિણ આફ્રિકાના બોલરોએ જોરદાર શરૂઆત કરીને અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડરને હચમચાવી નાખ્યું હતું. તેની 3 વિકેટ માત્ર 45 રનમાં પડી ગઈ હતી.

ઓમરઝાઈની મજબૂત બેટિંગ

રહેમત શાહ અને અઝમતુલ્લા ઉમરઝાઈ વચ્ચે 49 રનની ભાગીદારી થઈ હતી. રહમત શાહના આઉટ થતાં જ ઈનિંગ ફરી પલટાઈ ગઈ અને 28મી ઓવર સુધીમાં 116 રનના સ્કોર પર 6 વિકેટ પડી ગઈ. અહીંથી સમગ્ર જવાબદારી ઓમરઝાઈ પર હતી અને યુવા ઓલરાઉન્ડરે નિરાશ ન કર્યા. ઓમરઝાઈએ ​​રાશિદ ખાન (14) અને નૂર અહેમદ (26) સાથે મળીને દક્ષિણ આફ્રિકાના બોલરોને પરેશાન કર્યા અને ટીમને 244 રનના સ્કોર સુધી પહોંચાડી દીધી.

ત્રણ રન માટે ઓમરઝાઈ સદી ચૂક્યો

પોતાની લડાયક ઈનિંગને ઓમરઝાઈ સદીમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ઓમરઝાઈ 97 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. છેલ્લો બેટ્સમેન નવીન ઉલ હક 50મી ઓવરના 5માં બોલ પર રનઆઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા માટે, યુવા ઝડપી બોલર ગેરાલ્ડ કોટજિયાએ 4 વિકેટ લીધી હતી, જ્યારે લુંગી એનગિડી અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી.

સાઉથ આફ્રિકાએ જીતી મેચ

245 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકન ટીમે રાસી વાન ડેર ડુસેનના 76, ડી કોકના 41, એંડીલે ફેહલુકવાયોના 39 રનની મદદથી ટાર્ગેટ હાંસલ કર્યો હતો. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ બે-બે વિકેટ લીધી હતી. આ હાર સાથે જ અફઘાનિસ્તાન ટીમની વર્લ્ડ કપ 2023ની સફર સમાપ્ત થઈ હતી.

આ પણ વાંચો: પાકિસ્તાની ટીમ 24 કલાકમાં ભારત છોડશે, એક સિક્કા પર નિર્ભર ખેલાડીઓની કિસ્મત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article