AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana Wedding : સ્મૃતિ મંધાનાએ પલાશ મુછલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયો થયો વાયરલ

ભારતીય મહિલા ટીમની વાઈસકેપ્ટન સ્મૃતિ મંધાનાના લગ્નનું ફંકશન શાનદાર ચાલી રહ્યું છે. ક્રિકેટર મ્યુઝિક કંપોઝર પલાશ મુછલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ વચ્ચે સંગીત સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પલાશ અને સ્મૃતિ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Smriti Mandhana Wedding : સ્મૃતિ મંધાનાએ પલાશ મુછલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયો થયો વાયરલ
| Updated on: Nov 23, 2025 | 9:58 AM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આજે 23 નવેમ્બરના રોજ બંન્ને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંન્નેની પીઠીના ફંક્શનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જોવા મળી હતી. જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શનિવારના રોજ સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું હતુ. સ્મૃતિ અને પલાશે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ સલામ એ ઈશ્કના ફેમસ ગીત તેનુ લે કે મે જાવાંગા પર રોમેન્ટિક ડાન્સ કર્યો હતો.

સ્મૃતિ મંધાના-પલાશનો રોમેન્ટિક ડાન્સ

સંગીત નાઈટશોનો આ વીડિયોમાં સ્મૃતિ અને પલાશ નાચતા જોવા મળ્યા હતા. ડાન્સની શરુઆત સ્મૃતિએ પલાશે ગળે લગાવી કરી હતી. ત્યારબાદ બંન્ને ગીતની ધુન પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. સ્મૃતિ મંધાનાએ પોતાના ડાન્સથી બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર આ ડાન્સનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ ચાહકો આ ડાન્સને પસંદ કરી રહ્યા છે. આ કપલની કેમિસ્ટ્રી જોઈ મેહમાનોની સાથે સોશિયલ મીડિયા યુઝર્સ બંન્નેને પરફેક્ટ જોડી કહી રહ્યા છે.

સાથી ખેલાડીઓએ ડાન્સ કર્યો

સ્મૃતિ મંધાનાની સાથે ટીમની કેટલીક મહિલા ક્રિકેટર પણ જોવા મળી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ એક ગ્રુપ ડાન્સ પણ કર્યો હતો.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે ચાહકો સ્મૃતિ મંધાનાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ લગ્ન હાઈ પ્રોફાઈલમાં ક્રિકેટ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ હશે.

ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં કર્યું પ્રપોઝ

પલાશ મુચ્છલે લગ્ન પહેલા સ્મૃતિ મંધાનાને નવી મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. મુચ્છલે પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો હતો. પલાશે સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કર્યું હતુ. ત્યારબાદ વીંટી પહેરાવી હતી.

આ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">