Breaking News : પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું
ભારતીય ક્રિકેટ ટીમના ઉપકપ્તાન શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના ટ્રેનિગ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શુભમન ગિલના હાથમાં ઈજા થઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામેની મેચ પહેલા જ મુશ્કેલીઓ વધી ગઈ છે.

પાકિસ્તાન સામેની મહત્વની મેચ પહેલા જ શુભમન ગિલને થયેલી ઈજાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું છે. એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન બનાવવામાં આવેલા ગિલને, પ્રેકટિસ દરમિયાન ઈજા થવા પામી હતી. ગિલને હાથમાં ઈજા થઈ હતી, જેના પછી તે પીડા અનુભવતો જોવા મળ્યો હતો. ગિલ UAE સામે રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં સારા ફોર્મમાં દેખાતો હતો. આવી સ્થિતિમાં, પાકિસ્તાન સામેની મેચ પહેલા તેની ઈજા ભારતીય ટીમ માટે ક્યાંયથી પણ સારા સમાચાર નથી.
ગિલની ઈજાથી ચિંતા વધી
શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયા પછી, નેટ્સ પ્રેકટિસ દરમિયાન પર થોડી ચિંતા પ્રસરી જવા પામી હતી. ટીમ ફિઝિયો શુભમન ગિલની પાસે દોડી ગયા અને તેની ઈજાનું નિરીક્ષણ કર્યું. ગિલ ઈજાગ્રસ્ત થયા બાદ નેટ છોડીને ચાલ્યો ગયો હતો. તે ઈજાગ્રસ્ત હાથ પકડીને બરફના બોક્સ પર બેઠો જોવા મળ્યો હતો. તે દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરે પણ તેની ઈજા વિશે પૂછતા જોવા મળ્યા હતા. અભિષેક શર્માએ પાણીની બોટલ ખોલીને તેને પાણી પીવા માટે આપ્યુ હતું.
ગિલની ઈજા હવે કેવી છે?
જોકે, ગિલની ઈજા બહુ ગંભીર નહોતી. તે થોડીવાર પછી ફરીથી પ્રેક્ટિસ કરવા માટે નેટ પર પાછો આવ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન, ટીમ ફિઝિયોની નજર તેના પર સતત રહેલી હતી. ટીમ ફિઝિયોએ સતત તેનું નિરીક્ષણ કર્યું હતુ. એકંદરે, એવું કહી શકાય કે ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી ડરવાનું કંઈ કારણ નથી.
Shubman Gill face jasprit bumrah in the nets session pic.twitter.com/WtfZ5lgRPR
— GURMEET GILL (@GURmeetG9) September 13, 2025
પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો જબરદસ્ત પ્રેક્ટિસ
પાકિસ્તાન સામેની મેચ પહેલા, ટીમ ઈન્ડિયાએ નેટમાં ખૂબ જ પરસેવો પાડ્યો છે. ભારતીય બેટ્સમેનો અને બોલરોએ ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ દરમિયાન, શુભમન ગિલે પણ જસપ્રીત બુમરાહના બોલનો સામનો કર્યો હતો અને તેના પર સરળતાથી શોટ રમતા જોવા મળ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025 ની મેચ દુબઈમાં રમાનારી છે. આ ટુર્નામેન્ટમાં આ બંને ટીમોની બીજી મેચ હશે. આ પહેલા ભારતે UAEને હરાવ્યું હતું જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ઓમાનને હરાવ્યું હતું.