T20 વર્લ્ડ કપ ફાઈનલનો ચોંકાવનારો સંયોગ, રોહિત-કોહલી-બુમરાહ નહીં જીતી શકશે આ ટ્રોફી?

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. આ મેચમાં કોણ કોના ઉપર વિજય મેળવશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે બંને ટીમો અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. આ મેચ પહેલા તમારા માટે એક એવા સંયોગ વિશે જાણવું જરૂરી છે જે ખૂબ જ ચોંકાવનારો છે.

T20 વર્લ્ડ કપ ફાઈનલનો ચોંકાવનારો સંયોગ, રોહિત-કોહલી-બુમરાહ નહીં જીતી શકશે આ ટ્રોફી?
Virat Kohli & Rohit Sharma
Follow Us:
| Updated on: Jun 29, 2024 | 5:47 PM

બાર્બાડોસનું કેન્સિંગ્ટન ઓવલ મેદાન T20 વર્લ્ડ કપ 2024ના સૌથી મોટા મુકાબલો માટે તૈયાર છે. આ મેદાન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબની જંગ ખેલાશે. T20 વર્લ્ડ કપની ફાઈનલ શાનદાર બનવા જઈ રહી છે કારણ કે ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.

T20 વર્લ્ડ કપ ફાઈનલનો અદ્ભુત સંયોગ

ખેર, અહીં મોટો પ્રશ્ન એ છે કે કઈ ટીમ કોના ઉપર વિજય મેળવશે અને કયો ખેલાડી તેની ટીમને ખિતાબની લડાઈ જીતાડશે? T20 વર્લ્ડ કપ ફાઈનલમાં એક અદભૂત સંયોગ છે જે તમને આશ્ચર્યચકિત કરશે. આ સંયોગ પ્રમાણે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ ફાઈનલમાં કંઈ કરી શકશે નહીં. ચાલો તમને જણાવીએ કે આ મામલો શું છે?

કોઈ બેટ્સમેન કે બોલર પ્લેયર ઓફ ધ મેચ બન્યો નથી

T20 વર્લ્ડકપની છેલ્લી 8 ફાઈનલ મેચોમાં ક્યારેય કોઈ બેટ્સમેન કે બોલર પ્લેયર ઓફ ધ મેચ બન્યો નથી. દરેક વખતે ફાઈનલ મેચમાં કોઈને કોઈ ઓલરાઉન્ડર કે વિકેટકીપર પોતાની ટીમની જીતનું કારણ બન્યા છે.

Mustard oil : પગના તળિયે સરસવના તેલનું કરો માલિશ, થાક-શરદીથી મળશે રાહત
રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
  • ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ T20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
  • શાહિદ આફ્રિદી T20 વર્લ્ડ કપ 2009ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, તે ઓલરાઉન્ડર પણ હતો.
  • T20 વર્લ્ડ કપ 2010ની ફાઈનલમાં ક્રેગ કિસવેટર પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તે વિકેટકીપર-બેટ્સમેન હતો.
  • માર્લોન સેમ્યુઅલ્સ T20 વર્લ્ડ કપ 2012ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો, તે ઓલરાઉન્ડર પણ હતો.
  • કુમાર સંગાકારા T20 વર્લ્ડ કપ 2014ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, તે વિકેટકીપર-બેટ્સમેન પણ હતો.
  • ઓલરાઉન્ડર માર્લોન સેમ્યુઅલ્સ ફરીથી T20 વર્લ્ડ કપ 2016ની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો.
  • મિશેલ માર્શ T20 વર્લ્ડ કપ 2021માં પ્લેયર ઓફ ધ મેચ બન્યો, તે ઓલરાઉન્ડર પણ છે.
  • સેમ કરન T20 વર્લ્ડ કપ 2022માં પ્લેયર ઓફ ધ મેચ બન્યો, તે ઓલરાઉન્ડર પણ છે.

ઓલરાઉન્ડર જ પ્લેયર ઓફ ધ મેચ બનશે

મતલબ, સંયોગ એવો સંકેત આપી રહ્યો છે કે T20 વર્લ્ડ કપ 2024માં માત્ર એક ઓલરાઉન્ડર જ પ્લેયર ઓફ ધ મેચ બનશે. હવે તે ભારતના હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કે પછી આફ્રિકાના માર્કો જેન્સન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન હશે, એ સમય જ કહેશે.

આ પણ વાંચો: IND vs SA: બાર્બાડોસમાં ફાઈનલ દરમિયાન કેટલો વરસાદ પડશે? જાણો દર કલાકની પરિસ્થિતિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
જસાધર ગામે કૂવામાં ખાબકેલી સિંહણનું શિકાર સાથે દિલધડક રેસક્યુ- Video
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો, ઈડરમાં 2 ઈંચ નોંધાયો
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડ ઓવરફ્લો, જુઓ-Video
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતવાસીઓ સાવધાન ! આગામી ત્રણ કલાક રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
અરવલ્લીમાં વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ
બોપલ SP રિંગ રોડ પર થાર-ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
બોપલ SP રિંગ રોડ પર થાર-ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ગિરનાર પર્વત ઉપર સાત ઈંચ વરસાદના પગલે જૂનાગઢમાં ભરાયા પાણી
ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી
ખંભાળિયામાં વરસેલા સાડા ચાર ઈંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
g clip-path="url(#clip0_868_265)">