દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાને સચિન તેંડુલકરને ગળે લગાવ્યો, જુઓ વીડિયો
દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં નેતાઓ ઉપરાંત ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. સચિન તેંડુલકર પણ આ સમારોહનો ભાગ બન્યો હતો. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન સચિન તેંડુલકરને મળ્યો હતો અને તેને ગળે લગાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પઆર ખાઉબ જ વાયરલ થયો છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં એનડીએના દિગ્ગજ નેતાઓ ઉપરાંત ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર મહારાષ્ટ્રની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેની પત્ની અંજલિ તેંડુલકર પણ હાજર હતી. ક્રિકેટ ઉપરાંત બોલિવૂડ જગતના દિગ્ગજ કલાકારો પણ અહીં પહોંચ્યા હતા, જેમાં શાહરૂખ ખાન પણ હાજર હતા. આ દરમિયાન આ બંને દિગ્ગજો એકબીજાને પણ મળ્યા હતા.
શાહરૂખ ખાન સચિન તેંડુલકરને મળ્યો
દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. સચિન તેંડુલકર અને તેની પત્નીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે આ શપથ સમારોહમાં જોવા મળ્યો હતો. સચિન આવતાની સાથે જ ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ઘણા લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ પછી શાહરૂખ ખાન પણ ત્યાં પહોંચી ગયો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન સચિન અને અંજલિને મળ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Mumbai | Actor Shah Rukh Khan attends the oath ceremony of the Maharashtra government
(Video source: ANI/ DG-IPR) pic.twitter.com/KS6Y8CMDFu
— ANI (@ANI) December 5, 2024
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા
દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. આ પહેલા તેઓ 2014માં પ્રથમ વખત સીએમ બન્યા હતા, ત્યારબાદ 2019માં તેઓ થોડા દિવસો માટે સીએમ હતા. તેઓ એકનાથ શિંદેના કાર્યકાળમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવારે પણ શપથ લીધા, જેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ત્રણેય નેતાઓને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા હતા.
Two friends, same talent: one a legend admired globally, the other a story of what could’ve been. Sachin Tendulkar thrives as a role model, while Vinod Kambli fades away. Talent gets you started, but discipline keeps you going. Choose wisely.
— Godman Chikna (@Madan_Chikna) December 3, 2024
સચિન-કાંબલીનો વીડિયો થયો વાયરલ
તાજેતરમાં સચિન તેંડુલકરે મુંબઈમાં તેના બાળપણના કોચ રમાકાંત આચરેકરના સ્મારકના અનાવરણ સમારોહમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તે તેના મિત્ર વિનોદ કાંબલીને પણ મળ્યો હતો. તેંડુલકર અને કાંબલી રમાકાંત આચરેકરના શિષ્યો હતા. આ બંને મિત્રોની મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઈવેન્ટમાં કાંબલીએ પોતાના કોચની યાદમાં એક ગીત પણ ગાયું હતું, જેના પર તેંડુલકરે તાળીઓ પણ પાડી હતી. તમને જણાવી દઈએ કે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ સચિન ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેતો જોવા મળે છે.
આ પણ વાંચો: IND vs AUS: અશ્વિન-જાડેજાને બહાર રાખવા યોગ્ય છે… એડિલેડ ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિતે આ શું કહ્યું?