સચિન તેંડુલકરે શોએબ અખ્તરને આપ્યો જડબાતોડ જવાબ, સેહવાગે લખ્યું- પાકિસ્તાની બોલરો શરમ અનુભવી રહ્યા હતા અને…
આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે સચિનનો જૂનો ફોટો શેર કર્યો હતો અને તેને શાંત રહેવા કહ્યું હતુ. આ ફોટોમાં તે સચિનને આઉટ કર્યા બાદ જશ્ન મનાવતો જોવા મળી રહ્યો છે. ભારતની જીત બાદ સચિને તેને જવાબ આપ્યો અને કહ્યું કે તેણે શાંતિ જાળવી રાખ્યું અને બધું બરાબર થઈ ગયુ.
આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે સચિનનો જૂનો ફોટો શેર કર્યો હતો અને તેને શાંત રહેવા કહ્યું હતુ. આ ફોટોમાં તે સચિનને આઉટ કર્યા બાદ જશ્ન મનાવતો જોવા મળી રહ્યો છે. ભારતની જીત બાદ સચિને તેને જવાબ આપ્યો અને કહ્યું કે તેણે શાંતિ જાળવી રાખ્યું અને બધું બરાબર થઈ ગયુ.
My friend, aap ka advice follow kiya aur sab kuch billlkoool THANDA rakha…. https://t.co/fPqybTGr3t
— Sachin Tendulkar (@sachin_rt) October 14, 2023
આ પણ વાંચો : IND vs PAK: ભારતનો વિશ્વકપમાં પાકિસ્તાન સામે વધુ એક શાનદાર વિજય, રોહિત શર્માના તોફાની 86 રન
Pakistani bowlers Sharmaa rahe thhey, Apne Sharma ji Garmaa rahe thhey. What an innings by Rohit Sharma. One of the cleanest ball striking you will see.
— Virender Sehwag (@virendersehwag) October 14, 2023
વીરેન્દ્ર સેહવાગે એક રમૂજી ટ્વિટમાં કહ્યું કે પાકિસ્તાની બોલરો શરમ અનુભવી રહ્યા હતા અને શર્માજી ગરમી અનુભવી રહ્યા હતા. રોહિત શર્માની શું ઇનિંગ છે. તમે આને શ્રેષ્ઠ શોટ ઇનિંગ્સ કહેશો. આ બંને સિવાય અન્ય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ પણ પાકિસ્તાનને ખૂબ એન્જોય કર્યું હતું.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતીય બોલરોએ પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતુ.
આ પછી રોહિત અને શ્રેયસની શાનદાર ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતુ. પાકિસ્તાન તરફથી બાબર આઝમે 50 અને રિઝવાને 49 રન બનાવ્યા હતા. પાંચ ભારતીય બોલરોએ બે-બે વિકેટ લીધી હતી. તે જ સમયે, રોહિતે ભારત માટે 86 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહિને બે વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : Breaking News : પાકિસ્તાન ટીમની ખરાબ હાલત જોઈને ઝોમેટોએ કરી સ્પેશિયલ ડિમાન્ડ
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો