AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારતનો વિશ્વકપમાં પાકિસ્તાન સામે વધુ એક શાનદાર વિજય, રોહિત શર્માના તોફાની 86 રન

India vs Pakistan ICC world cup 2023 full match Highlights: ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ પાકિસ્તાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા માટે ઉતર્યુ હતુ. ભારતીય બોલર્સના જબરદસ્ત પ્રદર્શન સામે પાકિસ્તાન ટીમ માત્ર 191 રનમાં જ સમેટાઈ ગઈ હતી. બાબર આઝમે અડધી સદી નોંધાવવા સિવાય બેટર્સ ફ્લોપ રહ્યા હતા. રોહિત શર્માએ ધુલાઈ કરતી બેટિંગ પાકિસ્તાન સામે કરી હતી.

IND vs PAK: ભારતનો વિશ્વકપમાં પાકિસ્તાન સામે વધુ એક શાનદાર વિજય, રોહિત શર્માના તોફાની 86 રન
| Updated on: Oct 14, 2023 | 9:31 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ 2023ની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં રમાઈ રહી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો ખીચોખીચ ભરેલા હતા અને જબરદસ્ત ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ચાહકોની અપેક્ષાનુસાર જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પ્રદર્શન કરીને પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી છે. ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે પાકિસ્તાનને મેદાને ઉતારવાની રણનિતી અપનાવી હતી અને જે સફળ રહી હતી. ભારતે 7 વિકેટથી જીત નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Video: નવરાત્રીના તહેવારોમાં બાઉન્સર અને સિક્યુરિટીની વધી માંગ, ગરબા આયોજકોએ સલામતી પર મુક્યો ભાર

ભારતીય ટીમના બોલર્સે પાકિસ્તાનના બેટર્સને સુપર ફ્લોપ સાબિત કરતા પેવેલિયન ઝડપથી પરત મોકલીને માત્ર 191 રનમાંજ ટીમને સમેટી લીધી હતી. આમ ભારતીય ટીમને એક આસાન લક્ષ્ય પ્રાપ્ત થયુ હતુ.પાકિસ્તાન તરફથી સુકાની બાબર આઝમે અડધી સદી નોંધાવી હતી. જ્યારે રિઝવાને 49 રન નોંધાવ્યા હતા.

હિટમેને કરી ધુલાઈ

રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. પાકિસ્તાની બોલર્સની એક બાદ એક ધુલાઈ કરતા ચોગ્ગા અને છગ્ગા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જમાવ્યા હતા. હિટમેને 63 બોલનો સામનો કરીને 86 રન 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી વચ્ચે 23 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. શુભમન ગિલે 11 બોલનો સામનો કરીને 16 રન નોંધાવ્યા હતા. આ 16 રન ગિલે ચાર ચોગ્ગા ફટકારીને મેળવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા ક્રમે વિરાટ કોહલી રમતમાં આવ્યો હતો.કોહલીએ 16 રન નોંધાવીને હસન અલીના બોલ પર કેચ આપી બેસતા પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ 18 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન ભારતનો સ્કોર 79 રન નોંધાયો હતો.

જોકે બાદમાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે રમત સંભાળી હતી. રોહિતે પોતાની સ્વાભાવિક રમત જાળવી રાખતા આક્રમકતા પૂર્વક બેટિંગ કરીને મેદાનમાં પ્રેક્ષકોના ઉત્સાહને બમણો કરી દીધો હતો. તેના શાનદાર છગ્ગાઓ પર ક્રિકેટ રસિયાઓની ચિચયારીઓ ખૂબ જ તેજ બની જતી હતી. બીજી તરફ પાકિસ્તાની બોલરોના ચહેરા નિરાશ જોવા મળતા હતા. શાદાબ ખાન, શાહિન આફ્રિદી અને હારિસ રાઉફને શરુઆતમાં જ ધુલાઈ કરી દેતા તેમના 4-4 ઓવરના સ્પેલમાં જ 8 ઉપરની સરેરાશથી રન નિકાળ્યા હતા.

રોહિત બાદ શ્રેયસે સંભાળ્યો મોરચો

આમ તો આસાન લક્ષ્ય સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ રોહિત શર્માએ રચી દીધો હતો. પરંતુ પહેલા રોહિત શર્મા સાથે સાથ નિભાવ્યા બાદ શ્રેયસ અય્યરે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. રોહિતના પરત ફર્યા બાદ અય્યરે જવાબદારી સ્વિકારી લઈ કેએલ રાહુલ સાથે મળી રમત આગળ વધારી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">