Video: ઋતુરાજ ગાયકવાડની મંગેતર ધોનીને પગે લાગી, જાણો CSKના કેપ્ટને ત્યારબાદ શું કર્યું?
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડની મંગેતર ઉત્કર્ષાએ IPL 2023ની ફાઈનલ જીત્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર રમત બતાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન જીતી લીધી હતી. ચેન્નાઈએ ફાઇનલમાં ગુજરાતને હરાવીને પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો હતો. જો કે, આ જીત બાદ એક એવી તસવીર સામે આવી છે, જેણે ધોનીના ફેન્સનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઋતુરાજ ગાયકવાડની ભાવિ પત્ની ઉત્કર્ષા પવાર પહેલા ધોનીને અભિનંદન આપે છે અને પછી તેના પગ સ્પર્શ કરે છે.
ઉત્કર્ષા પવારે કેમ ધોનીના પગ સ્પર્શ કર્યા?
IPL 2023ની ફાઈનલ મેચ બાદ વિજયની ઉજવણી કરી રહેલા ખેલાડીઓમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડની મંગેતર પણ મેદાનમાં ઉપસ્થિત હતી અને મેચ બાદ તે ધોની પાસે પહોંચે છે અને તેણી તેને ગળે લગાવે છે. આ પછી ઉત્કર્ષા ધોનીના પગને સ્પર્શે છે. ધોની અચાનક આ જોઈને ચોંકી જાય છે અને ઋતુરાજ ગાયકવાડ તરફ કોઈ ઈશારો કરે છે. ધોનીનો સંકેત જોઈને ઋતુરાજ ગાયકવાડ પીછેહઠ કરે છે.
Utkarsha (Mrs. Rutu) taking blessing of Dhoni 😍❤️💛. So Cute and Adorable🤌💕💞 pic.twitter.com/o5xH5RHMew
— Sai Vamshi Patlolla (@sai_vamshi21) June 1, 2023
રીવાબાએ જાડેજાના ચરણ સ્પર્શ કર્યા હતા
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવનાર રવિન્દ્ર જાડેજાની પત્નીએ પણ તેના પગને સ્પર્શ કર્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. હવે ઉત્કર્ષા ધોનીના પગ સ્પર્શ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઉત્કર્ષા ટૂંક સમયમાં ઋતુરાજ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ઉત્કર્ષા પોતે એક ક્રિકેટર છે. તે મહારાષ્ટ્રની મહિલા ટીમ માટે રમે છે અને તે જમણા હાથની ફાસ્ટ બોલર છે.
આ પણ વાંચોઃ Video: નવી જર્સીમાં ભારતીય ખેલાડીઓના ફર્સ્ટ લૂકના વીડિયોએ મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
Ruturaj Gaikwad effortlessly hitting sixes in style ✨#CSKvMI #TATAIPL #IPL2023 #IPLonJioCinema #Yellove | @ChennaiIPL pic.twitter.com/suqiWyZrtK
— JioCinema (@JioCinema) May 6, 2023
ચેન્નાઈને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી
ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવામાં ઘણા ખેલાડીઓનો હાથ હતો, પરંતુ ઋતુરાજ ગાયકવાડે જે પ્રકારે તેની બેટથી કમાલ પ્રદર્શન કર્યું હતું તે ચોક્કસથી શાનદાર હતું. ગાયકવાડે IPL 2023માં રમાયેલી 16 મેચોમાં 42.14ની એવરેજથી 590 રન બનાવ્યા હતા. આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ પણ 147.50 હતો. ગાયકવાડના બેટમાંથી 4 અડધી સદી નીકળી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે ગાયકવાડે આ સિઝનમાં 30 સિક્સર ફટકારી હતી. ગાયકવાડની છેલ્લી IPL સિઝન ઘણી ખરાબ રહી હતી, પરંતુ આ વખતે તેણે બેટથી કમાલ પ્રદર્શન કરી ચેન્નાઈને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.