Retired number: આ ત્રણ ક્રિકેટરોના નંબરની જર્સી કોઈ પહેરી નહીં શકે, આ જર્સી થઇ ગઇ છે નિવૃત્ત

નિવૃત્તિનો નંબર માત્ર ક્રિકેટની દુનિયામાં જ નહીં, અલગ-અલગ રમતોમાં પણ એવા ઘણા ઉદાહરણો છે જેમાં તેણે પહેરેલી જર્સી તે ખેલાડી સાથે કાયમ માટે નિવૃત્ત કરી દેવામાં આવે છે.

Retired number: આ ત્રણ ક્રિકેટરોના નંબરની જર્સી કોઈ પહેરી નહીં શકે, આ જર્સી થઇ ગઇ છે નિવૃત્ત
Sachin Tendulkar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 10:50 AM

ક્રિકેટ (Cricket) માં કેટલાક દિગ્ગજ એવા છે જેમણે ક્યારેક બેટથી તો ક્યારેક બોલથી દુનિયાનું દિલ જીત્યું છે. જેમણે ક્રિકેટના મેદાન પર પોતાની કળા બતાવી છે તેમને ખાસ સ્થાન મળ્યું છે. માત્ર ક્રિકેટની દુનિયામાં જ નહીં અલગ-અલગ રમતોમાં પણ આવા અનેક ઉદાહરણો છે જેમાં તેણે પહેરેલી જર્સી (Jersey) ને પણ તે ખેલાડી સાથે કાયમ માટે નિવૃત્ત કરી દેવામાં આવી છે.

ફિલ હ્યુજીસ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલ હ્યુજીસ (Phillip Hughes) મેદાન પર જે જર્સી પહેરતો હતો તે એક આઘાતજનક અકસ્માત બાદ નિવૃત્ત થઈ ગયો હતો. 2014 માં ઘરઆંગણે રમાયેલી મેચ દરમિયાન ફિલ હ્યુજીસને માથામાં વાગ્યું હતું. ત્યાર બાદ તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના સન્માનમાં ફિલ હ્યુજીસની જર્સી નંબર 64 ને કાયમી ધોરણે નિવૃત્ત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ક્રિકેટના મેદાન પર આ નંબરની જર્સીમાં ક્યારેય જોવા નહીં મળે.

પારસ ખડકા નેપાળ ક્રિકેટ ટીમના જાણિતા સુકાની પારસ ખડકા (Paras Khadka) એ ઓગસ્ટ 2021માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના દ્વારા ટીમમાં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડે વિશેષ સન્માન આપવાનો નિર્ણય કર્યો હતો. પારસ ખડકા નેપાળ તરફથી 77 નંબરની જર્સીમાં રમ્યો હતો અને તેને કાયમ માટે નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે નેપાળની ટીમનો કોઈ ખેલાડી આ જર્સી પહેરીને મેદાનમાં નહીં આવે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સચિન તેંડુલકર ક્રિકેટની દુનિયાના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) બે દાયકાથી વધુ સમય સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું. બીસીસીઆઈ (BCCI) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સદી અને સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મહાન વ્યક્તિના સન્માનમાં તેની 10 નંબરની જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો.

વર્ષ 2013 માં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી મેચ રમ્યા બાદ સચિને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું અને થોડા વર્ષો બાદ શાર્દુલ ઠાકુર આ જર્સીમાં ભારત માટે મેદાન પર રમવા આવ્યો. સચિનના જર્સી નંબરમાં રમ્યા બાદ લોકોએ BCCI પર નિશાન સાધ્યું અને સાથે જ શાર્દુલની પણ ભારે ટીકા થઈ. આ પછી બોર્ડે નિર્ણય લીધો કે આ જર્સીને નિવૃત્ત કરી દેવી જોઈએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">