RCB vs KKR Live Score, IPL 2023 Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર, કોલકાતાનો 21 રનથી શાનદાર વિજય

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 11:16 PM

RCB vs KKR Live Score in Gujarati Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે. બેંગ્લોર પ્લેઓફમાં પહોંચવા માટે પુરો દમ લગાવતી નજર આવશે.

RCB vs KKR Live Score, IPL 2023 Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર, કોલકાતાનો 21 રનથી શાનદાર વિજય
RCB vs KKR Live Score in Gujarati

IPL 2023 ની અડધી સફર પુર્ણ થઈ ચુકી છે. દરેક ટીમ પોતાની 7-7 મેચ રમી ચુકી છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ વચ્ચે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોર અને કોલકાતા સિઝનમાં પોતાની 8મી મેચ રમી રહ્યા છે. બેંગ્લોર સિઝનમાં 4 મેચ જીત્યુ છે, જ્યારે કોલકાતાએ સિઝનમાં માત્ર બે મેચ જ જીત્યુ છે. આમ કોલકાતા પોતાના પોઈન્ટ્સ વધારવા માટે હવે બેંગ્લોર સામે પુરી તાકાત અજમાવતા નજર આવશે. બેંગ્લોરને પણ પ્લેઓફમાં પહોંચવા માટે હવેની સફરમાં મેચ જીતવા પૂરો દમ લગાવવો જરુરી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, ડેવિડ વિલી, વિજયકુમાર વૈશાક, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ નીતિશ રાણા (કેપ્ટન), વેંકટેશ ઐયર, નારાયણ જગદીશન, જેસન રોય, સુનીલ નરેન, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, ડેવિડ વિઝા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરા.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Apr 2023 11:07 PM (IST)

    RCB vs KKR score: વિજયકુમારનો છગ્ગો

    19મી ઓવરના પાંચમાં બોલ પર વિજય કુમારે છગ્ગો જમાવ્યો હતો.ય વિજયે ડિપ મિડવિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. બેંગ્લોર માટે હવે લક્ષ્ય સુધી પહોંચવુ મુશ્કેલ છે, એ દરમિયાન આ સિક્સર આવી છે

  • 26 Apr 2023 11:00 PM (IST)

    RCB vs KKR score updates: દિનેશ કાર્તિક OUT

    વરુણ ચક્રવર્તીએ વધુ એક મહત્વની વિકેટ પોતાના ખાતમાં કરી છે. દિનેશ કાર્તિકને તેણે પોતાનો શિકાર કર્યો છે. કાર્તિક 22 રન નોંધાવીને પરત ફર્યો છે. વરુણે મેચમાં 3 વિકેટ ઝડપી છે.

  • 26 Apr 2023 10:58 PM (IST)

    RCB vs KKR today: હસારંગા OUT

    આંદ્રે રસેલે વધુ એક વિકેટ ઝડપી છે. થર્ડમેનના હાથમાં હસરંગાને કેચ ઝડપાવતા તે 5 રન નોંધાવીને પરત ફર્યો હતો. બેંગ્લોરની આ 7મી વિકેટ હતી અને બેંગ્લોર કોલકાતાના લક્ષ્યથી વધારે દૂર થતુ લાગી રહ્યુ છે.

  • 26 Apr 2023 10:53 PM (IST)

    live cricket score: દિનેશ કાર્તિકની Sixer

    17મી ઓવર લઈને સુનિલ નરેન આવ્યો છે. આ ઓવરના ત્રીજા બોલ પર દિનેશ કાર્કિતે છગ્ગો ફટકાર્યો હતો. ડિપ લોંગ લેગ પરથી સ્લોગ સ્વીપ કરીને વિશાળ છગ્ગો ફટકાર્યો હતો.

  • 26 Apr 2023 10:43 PM (IST)

    RCB vs KKR score: પ્રભુદેસાઈ રન આઉટ, ગુમાવી છઠ્ઠી વિકેટ

    15મી ઓવરમાં સુયશ પ્રભુદેસાઈ પેવેલિયન પરત ફર્યો છે. બે રન દોડવા માટે પ્રભુદેસાઈ તૈયાર નહોતો અને તે રન આઉટ થયો હતો. ડિપ કવરથી આવેલા થ્રો સામે તે ખૂબ દૂર રહી ગયો હતો. તે 10 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 26 Apr 2023 10:34 PM (IST)

    RCB vs KKR score now: દિનેશ કાર્તિકની બાઉન્ડરી

    સુનિલ નરેન 14મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના પ્રથમ બોલ પર જ દિનેશ કાર્તિકે શોર્ટ બોલ પર પુલ ફટકારતા ડિપ મિડ વિકેટની બાજીમાં એક શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 26 Apr 2023 10:30 PM (IST)

    RCB vs KKR today: વિરાટ કોહલી OUT

    આંદ્રે રસેલે મોટી વિકેટ કોલકાતાને અપાવી છે. રસેલે 13મી ઓવરના પ્રથમ બોલ પર ડીપ મિડ વિકેટ પર વેંક્ટેશ અય્યરના હાથમાં કોહલીનો કેચ ઝડપાવ્યો હતો. કોહલી 54 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 26 Apr 2023 10:25 PM (IST)

    RCB vs KKR score updates: મહિપાલ OUT

    વરુણ ચક્રવર્તીએ વધુ એક મહત્વનો શિકાર ઝડપ્યો છે. મહિપાલ લોમરોરને આંન્દ્રે રસેલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. આ પહેલા આગળના બોલ પર મહિપાલે છગ્ગો ફટકાર્યો હતો. 18 બોલમાં 34 રન નોંધાવીને મહિપાલ પરત ફર્યો હતો.

  • 26 Apr 2023 10:21 PM (IST)

    RCB vs KKR score now: કોહલીની અડધી સદી

    વિરાટ કોહલીની અડધી સદી. 11મી ઓવર લઈને સુયશ આવ્યો હતો. જેના ત્રીજા બોલ પર કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો અને આગળના બોલ પર ડબલ્સ રન દોડી લેતા અડધી સદી પુરી કરી હતી.

  • 26 Apr 2023 10:19 PM (IST)

    RCB vs KKR score updates: મહિપાલના 2 છગ્ગા

    10 મી ઓવર લઈને સુનિલ નરેન આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર મહિપાલ લોમરોરે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલે ડિપ બેકવર્ડ સ્કેવર લેગ પર ફ્લેટ છગ્ગો જમાવ્યો હતો ઓવરમાં 16 રન આવ્યા હતા.

  • 26 Apr 2023 10:10 PM (IST)

    RCB vs KKR today: લોમરોરની બાઉન્ડરી

    નિતીશ રાણા ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર મહિપાલ લોમરોરે ચોગ્ગો ફટકાર્યો હતો. સ્લોગ સ્વીપ કરીને ડિપ મિડ વિકેટ પર ચોગ્ગો લગાવ્યો હતો. ફિલ્ડરે સારો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેંગ્લોરના ખાતમાં બાઉન્ડરી આવી હતી.

  • 26 Apr 2023 09:59 PM (IST)

    RCB vs KKR score: મેક્સવેલ સસ્તામાં OUT

    વધુ એક વાર ચક્રવર્તીના ચક્રમાં ગ્લેન મેક્સવેલ ફસાઈ ગયો છે. મેક્સવેલે આગળના બોલે ચોગ્ગો ફટકાર્યા બાદ વિકેટ ગુમાવી છે. મેક્સીએ સીધો જ ડેવિડ વિઝાના હાથમાં કેચ માટેનો શોટ જમાવી દીધો હતો. તે માત્ર 5 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 26 Apr 2023 09:56 PM (IST)

    RCB vs KKR score now: શાહબાઝ OUT

    પાંચમી ઓવર લઈને આવેલા સુયશે શરુઆતમાં કોહલીના બે ચોગ્ગાનો માર સહન કર્યા બાદ હવે શિકાર ઝડપવામાં સફળ રહ્યો છે. તેણે મેચમાં બીજી વિકેટ ઝડપતા આ વખતે શાહબાઝ અહેમદને માત્ર 2 રન પર લેગ બિફોર આઉટ કરી પરત મોકલ્યો છે.

  • 26 Apr 2023 09:56 PM (IST)

    RCB vs KKR today: કોહલીની બેક ટુ બેક બાઉન્ડરી

    5મી ઓવર લઈને સુયશ શર્મા આવ્યો હતો. ઓવરના પ્રથમ અને બીજા બોલ પર સળંગ બે ચોગ્ગા ફટકાર્યા હતા. પહેલો ચોગ્ગો ડીપ સ્ક્વેર લેગ અને બીજો વાઈડ લોંગ ઓન પર જમાવ્યો હતો.

  • 26 Apr 2023 09:47 PM (IST)

    RCB vs KKR score updates: કોહલીની બાઉન્ડરી

    વરુણ ચક્રવર્તી ચોથી ઓવર લઈને આવ્યો હતો. કોહલીએ વધુ એક ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે. ઈનીગમાં તેણે ત્રીજી ઓવરની શરુઆતે બાઉન્ડરી ફટકારી છે. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 26 Apr 2023 09:44 PM (IST)

    RCB vs KKR score: ડુપ્લેસિસ OUT

    સુયશ શર્માએ મહત્વનુ કામ કરી દીધુ છે ત્રીજી ઓવરમાં. કોલકાતાને પ્રથમ સફળતા અપાવી છે. ફાફ ડુ પ્લેસિસ આક્રમક અંદાજમાં હતો અને તેને છગ્ગો ફટકારવા માટે લલચાવીને સુયશે રિંકૂ સિંહના હાથમા કેચ ઝડપાવ્યો હતો. તે 17 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 26 Apr 2023 09:36 PM (IST)

    RCB vs KKR score now: પ્લેસિસની સળંગ 2 સિક્સર

    બીજી ઓવર લઈને ઉમેશ યાદવ આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બંને બોલ પર ફાફ ડુ પ્લેસિસે સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં RCB ને 19 રન મળ્યા હતા.

  • 26 Apr 2023 09:33 PM (IST)

    RCB vs KKR score updates: બેંગ્લોરની બેટિંગ શરુ, પ્રથમ બોલે કોહલીનો ચોગ્ગો

    વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસ ઓપનરના રુપમાં આવ્યા છે. ડેબ્યૂટન્ટ બોલર વૈભવ અરોરા પ્રથમ ઓવર લઈને આવ્યો છે. કોહલીએ ઈનીંગના પ્રથમ બોલ પર જ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. ડુપ્લેસિસે પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 26 Apr 2023 09:11 PM (IST)

    RCB vs KKR score now: ડેવિડ વિઝાનો જબરદસ્ત છગ્ગો

    અંતિમ ઓવરમાં ડેવિડ વિઝાએ બે છગ્ગા જમાવીને કોલકાતાનો સ્કોર 200 રન કરી દીધો હતો. હર્ષલ પટેલ આ ઓવર લઈને આવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરના અંતે 5 વિકેટના નુક્શાને 201 રનનુ લક્ષ્ય બેંગ્લોર સામે રાખ્યુ હતુ.

  • 26 Apr 2023 09:09 PM (IST)

    RCB vs KKR score: રસેલે ક્લીન બોલ્ડ

    19મી ઓવરમાં સિરાજે છગ્ગો અને 2 ચોગ્ગા સહ્યા બાદ આખરે અંતિમ બોલ પર વિકેટ ઝડપવામાં સફળતા મેળવી છે. આંદ્રે રસેલને જબરદસ્ત બોલ પર થાપ ખવડાવીને ક્લીન બોલ્ડ કર્યો હતો.

  • 26 Apr 2023 09:03 PM (IST)

    RCB vs KKR score updates: રિંકૂ સિંહે ફટકારી Sixer

    રિંકુ સિંહે 19મી ઓવરની શરુઆત છગ્ગા વડે કરી હતી. સિરાજ આ ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર સિક્સર જમાવ્યા બાદ આગળના બંને બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. આમ રિંકુએ શાનદાર ઓવર નિકાળવા માટેનો સફળ પ્રયાસ કર્યો હતો.

  • 26 Apr 2023 09:01 PM (IST)

    IPL score now: વેંકટેશ અય્યર OUT

    કમાલની બોલિંગ વડે વાનિંદુ હસારંગાએ વધુ એક વિકેટ ઝડપી હતી. ગુગલી બોલ પર સ્લોગ સ્વીપ કરવાના પ્રયાસમાં મેક્સવેલના હાથમાં તે કેચ ઝડપાયો હતો. અય્યર 31 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 26 Apr 2023 08:59 PM (IST)

    RCB vs KKR score updates: નિતીશ રાણા OUT

    વાનિન્દુ હસરંગા વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. ઈનીંગની પ્રથમ વિકેટ તેણે નિતીશ રાણાના રુપમાં ઝડપી છે. રાણાએ 21 બોલમાં 48 રન 4 છગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. રાણા 2 રનથી અડધી સદી ચુક્યો હતો.

  • 26 Apr 2023 08:56 PM (IST)

    RCB vs KKR score updates: રાણાએ 2 ચોગ્ગા બાદ Sixer ફટકારી

    17મી ઓવર લઈને વિજય કુમાર વૈશાખી આવ્યો હતો. ઓવરના અંતિમ ત્રણેય બોલ બાઉન્ડરીની બહાર જોવા મળ્યા હતા. ઓવરના ચોથા બોલ પર થર્ડમેન તરફ અને પાંચમાં બોલ પર સળંગ બે ચોગ્ગા મળ્યા હતા. જ્યારે ઓવરના અંતિમ બોલ પર શાનદાર છગ્ગો મળ્યો હતો.

  • 26 Apr 2023 08:49 PM (IST)

    RCB vs KKR score now: રાણાના સળંગ 2 છગ્ગા

    16મી ઓવર લઈને હર્ષલ પટેલ આવ્યો હતો. ઓવરમાં તેણે સળંગ બે છગ્ગા અને આ પહેલા ચોગ્ગાનો માર સહન કર્યો હતો. ત્રીજા બોલ પર અય્યરે યોર્કર બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે નિતીશ રાણાએ અંતિમ બંને બોલ પર બે સળંગ છગ્ગા ફટકાર્યા હતા. આમ 19 રન ઓવરમાં આવ્યા હતા.

  • 26 Apr 2023 08:44 PM (IST)

    RCB vs KKR score: નિતીશ રાણાનો છગ્ગો

    13મી ઓવર લઈને વિજયકુમાર આવ્યો હતો. અગાઉ બે શિકાર ઝડપાનારા વિજયે આ વખતે છગ્ગાનો માર સહ્યો હતો. ઓવરના અંતિમ બોસ પર નિતીશ રાણાએ સ્લોગ કરતા લોંગ ઓફ પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 26 Apr 2023 08:30 PM (IST)

    RCB vs KKR score updates: ઐય્યરની 2 બાઉન્ડરી

    12મી ઓવર લઈને વાનિંદુ હસારંગા આવ્યો હતો. ઓવરના બીજા બોલને પુલ કરીને ડિપ મિડ વિકેટની બાજુમાં ચોગ્ગા માટે મોકલ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર સુંદર ડ્રાઈવ કરીને ગેપ નિકાળી ચાર રન મેળવ્યા હતા.

  • 26 Apr 2023 08:28 PM (IST)

    RCB vs KKR score now: જેસન રોય OUT

    વિજય કુમારની કમાલની બોલિંગ. ઈનીંગમાં પોતાની બીજી ઓવરમાં બીજો શિકાર ઝડપ્યો છે. આ વખતે રોય વિજયના બોલ પર છેતરાઈ ગયો અને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. જેસન રોયે 29 બોલનો સામનો કરીને 56 રન નોંધાવ્યા હતા.

  • 26 Apr 2023 08:17 PM (IST)

    Cricket score online: જગદીશન Out, કોલકાતાએ પ્રથમ વિકેટ ગુમાવી

    વિજયકુમાર 10મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર જ તેણે ઓપનિંગ જોડીને તોડવાની સફળતા મેળવી હતી. વિજયે બાઉન્સર બોલ નાંખી જગદીશનને પોતાની જાળમાં ફસાવ્યો હતો. 27 રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 26 Apr 2023 08:14 PM (IST)

    RCB vs KKR score updates: જગદીશનની બાઉન્ડરી

    પાવર પ્લે સમાપ્ત થયા બાદ 2 ઓવરથી બાઉન્ડરીની રાહ જોવાઈ રહી હતી. 9મી ઓવરના ત્રીજા બોલ પર જગદીશને કટ કરીને થર્ડ મેનની દીશામાં ચોગ્ગો મેળવ્યો હતો. હર્ષલ પટેલની આ ઓવરમાં કોલકાતાને 7 રન મળ્યા હતા.

  • 26 Apr 2023 08:06 PM (IST)

    RCB vs KKR score now: જેસન રોયની તોફાની અડધી સદી

    8મી ઓવરના પ્રથમ બોલ પર સિંગલ રન લઈને જેસન રોયે અડધી સદી પુરી કરી છે. તેમે 22 બોલમાં જ અડધી સદી નોંધાવી છે. આ દરમિયાન 5 છગ્ગા નોંધાવ્યા હતા. જેમાંના 4 છગ્ગા અંતિમ ઓવરમાં ફટકાર્યા હતા. જ્યારે 4 ચોગ્ગા નોંધાવ્યા હતા આમ માત્ર 4 જ રન તેણે દોડીને આ દરમિયાન લીધા હતા.

  • 26 Apr 2023 07:58 PM (IST)

    RCB vs KKR score: રોયના શાનદાર 4 છગ્ગા

    બેંગ્લોરના હોમગ્રાઉન્ડ પર કોલકાતાએ ધમાલભરી શરુઆત કરી છે. પાવર પ્લેમાં 66 રન નોંધાવ્યા છે. જેસન રોયે તોફાની રમત બતાવતા પાવર પ્લેની અંતિમ ઓવરમાં શાહબાઝ અહેમદ પર ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સળંગ ત્રણ છગ્ગા ફટકાર્યા બાદ અંતિમ બોલ પર વધુ એક છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 25 રન કોલકાતાને મળ્યા હતા.

  • 26 Apr 2023 07:56 PM (IST)

    RCB vs KKR score updates: જેસન રોયની બાઉન્ડરી

    5મી ઓવરના અંતિમ બોલ પર કોલકાતાના ખાતામાં એક ચોગ્ગો જેસન રોયના બેટથી આવ્યો છે. વાનિન્દુ હસારંગા પાવર પ્લેમાં એટેક પર આવ્યો હતો અને તેના બોલ પર જેસને બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 26 Apr 2023 07:48 PM (IST)

    Cricket score online: જેસન રોયે છગ્ગો ફટકાર્યો

    ચોથી ઓવર કોલકાતા માટે સારી રહી છે. ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો કોલકાતાને મળ્યો છે. ડેવિડ વિલી બોલિંગ કરવા માટે આવતા જ જગદીશને તેનુ સ્વાગત કવર ડ્રાઈવ બાઉન્ડરી વડે કર્યુ છે. ઓવરના બીજા બોલ પર વધુ એક બાઉન્ડરી ફટકારી હતી. જોકે પાંચમા બોલને ડીપ મિડ વિકેટ પર છ રન માટે ફટકાર્યો હતો.

  • 26 Apr 2023 07:46 PM (IST)

    IPL score today: જેસન રોયની બાઉન્ડરી

    ત્રીજી ઓવર લઈને મોહમ્મદ સિરાજ આવ્યો હતો. ઓવરના શરુઆતના ત્રણ બોલ ડોટ રહ્યા હતા. જોકે પાંચમા બોલ પર જેસન રોયે ખૂબસૂરત કવર ડ્રાઈવ વડે ચાર રન મેળવ્યા હતા.

  • 26 Apr 2023 07:41 PM (IST)

    RCB vs KKR today: જગદીશને ચોગ્ગો ફટકાર્યો

    બીજી ઓવરના બીજા બોલ પર જગદીશને ચોગ્ગો ફટકાર્યો હતો. કટ કરવાના પ્રયાસમાં બેટની બહારની કિનારીને અડકીને બોલ સીધો જ થર્ડ મેન તરફની બાઉન્ડરીએ પહોંચ્યો હતો અને ચોગ્ગો મળ્યો હતો.

  • 26 Apr 2023 07:32 PM (IST)

    RCB vs KKR score updates: કોલકાતાની બેટિંગ શરુ

    જેસન રોય અને એન જગદીશનના રુપમાં કોલાકાતા નાઈટ રાઈડર્સની ઓપનર જોડીએ મેદાને આવી છે. મોહમ્મદ સિરાજ બેંગ્લોર સામે પ્રથમ ઓવર લઈને આવ્યો છે. ઓવરમાં જેસન રોયે શાનદાર ચોગ્ગો ઓવરના ત્રીજા બોલે જમાવ્યો હતો.

  • 26 Apr 2023 07:26 PM (IST)

    RCB vs KKR today: વૈભવ અરોરાનુ ડેબ્યૂ

    કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ટીમમાં ફેરફાર કર્યો છે. મીડિયમ પેસર બોલર વૈભવ અરોરાને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ છે. વૈભવ આઈપીએલમાં ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે બેંગ્લોરની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • 26 Apr 2023 07:25 PM (IST)

    RCB vs KKR score now: કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ 11

    કોલકાતા નાઈટ રાઈડર્સઃ નીતિશ રાણા (કેપ્ટન), વેંકટેશ ઐયર, નારાયણ જગદીશન, જેસન રોય, સુનીલ નરેન, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, ડેવિડ વિઝા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરા

  • 26 Apr 2023 07:25 PM (IST)

    RCB vs KKR score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ 11

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, ડેવિડ વિલી, વિજયકુમાર વૈશાક, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ

  • 26 Apr 2023 07:02 PM (IST)

    RCB vs KKR score updates: વિરાટ કોહલીએ જીત્યો ટોસ, ફિલ્ડીંગ પસંદ કરી

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ કોલકાતા નાઈટ રાઈડર્સ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે. કોહલીએ ટીમનુ સુકાન હોમગ્રાઉન્ડમાં સંભાળતા રનચેઝ કરવાની યોજના પસંદ કરી છે.

  • 26 Apr 2023 06:45 PM (IST)

    RCB vs KKR score updates: સિઝનમાં બીજી વાર ટક્કર

    આ પહેલા ઈડન ગાર્ડન્સમાં બેંગ્લોર અને કોલાકાતા વચ્ચે સિઝનમાં એકબીજા સામે પ્રથમવાર ટક્કર થઈ હતી. કોલકાતાએ એકતરફી અંદાજ વડે બેંગ્લોરને 81 રનથી હાર આપી હતી. બેંગ્લોરની ટીમ 7 મેચ સિઝનમાં રમાની 4 જ મેચ જીતવામાં સફળ રહ્યુ છે, જ્યારે ત્રણ મેચમાં હાર મેળવી છે.

Published On - Apr 26,2023 6:24 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">