Breaking News : પાટણના ઝીલિયા ગેંગવોરને પગલે સમગ્ર જિલ્લામાં કલમ 163 લાગુ કરાઈ, જુઓ વીડિયો
થોડા દિવસ પહેલાં જ પાટણ ચાણસ્મા ઝીલિયા રોડ પર ગેંગવોરની ઘટનામાં સામે આવી હતી. હવે સમગ્ર જિલ્લામાં 24 કલાક માટે કલમ 163 લાગુ કરવામાં આવી છે.જિલ્લામાં ક્યાંય સભા કે મેળાવડા કરી શકાશે નહી
પાટણ જિલ્લામાં બેફામ તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવો ઘાટ સર્જાયો હતો. પાટણ ઝીલિયા ગેંગવોરનો મામલો જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું સામે આવ્યું છે.BNSS કલમ -163નું જાહેરનામું. સમગ્ર જિલ્લામાં કલમ – 163 લાગુ કરવામાં આવી છે.સમગ્ર જિલ્લામાં 24 કલાક માટે કલમ 163 લાગુ કરવામાં આવી છે.
જિલ્લામાં ક્યાંય સભા કે મેળાવડા કરી શકાશે નહી
ઉલ્લેખનીય છે કે ઝીલિયા ગેંગવોરમાં વામૈયાના 18 ઇસમોનો જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેનો રોષ સમાજમાં હતો. ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો આજે પોલીસની કાર્યવાહીના વિરોધમાં સભા યોજવા જઈ રહ્યા હતા. જો કે તે પહેલા પોલીસે વધુ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી ક્યાંક સમાજનો રોષ ઠારવા પ્રયાસ કર્યો હતો પરંતુ ક્યાંક હજુ આજે સભા યોજાય તેવી શક્યતા હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં BNSS ક્લમ 163 લાગુ કરી જાહેર સભા કે મેળાવડા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના જીલીયા ગામમાં ગેંગવોરના મામલા બાદ એક મોટી કાર્યવાહીના ભાગરૂપે કુખ્યાત ગેંગસ્ટર ભાવેશ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલીયાના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ફાર્મ હાઉસ ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતુ.
