AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 'ચીકુ સ્પેશિયલ ટ્રેન' નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હી જવાના રવાના થઈ, જુઓ વીડિયો

Breaking News : ‘ચીકુ સ્પેશિયલ ટ્રેન’ નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હી જવાના રવાના થઈ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2026 | 1:19 PM
Share

દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીના પ્રખ્યાત ચીકુ હવે દેશના ખૂણે ખૂણે ઝડપથી પહોંચશે હોળીના તહેવાર બાદ ચીકુની સીઝન જામી છે ત્યારે રેલવે દ્વારા ચીકુના પરિવહન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રકોની અછત અને વધતી ગરમી વચ્ચે ટ્રેન દ્વારા ચીકુ મોકલવાનો આ નિર્ણય ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે રાજ્યના કેન્દ્ર સરકારની મદદ થી ટ્રેન દ્વારા હવે ચીકુ મોકલવાની શરૂઆત થઈ છે.

નવસારી જિલ્લામાં ચીકુની સીઝન પૂરબહારમાં ખીલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી બાદ ચીકુના જથ્થાબંધ પરિવહન માટે રેલવેની મદદ લેવામાં આવી રહી છે. નવસારી ના અંચેલી સ્ટેશનથી દિલ્હીના આઝાદપુર માર્કેટ માટે ખાસ ચીકુ ભરેલી ટ્રેન રવાના કરવામાં આવી છે. આ ટ્રેનમાં કુલ 16 ડબ્બા લગાડવામાં આવ્યા છે જેમાં અંદાજિત 35000 બોક્સ મોકલવામાં આવ્યા છે.દિલ્હી બજારમાં ઉતર્યા બાદ આ ચીકુ જયપુર રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ મોકલી દેવામાં આવશે.

રેલવે વિભાગ ખેડૂતોની વાહરે આવ્યું

ગરમીના કારણે ચીકુના ઉત્પાદનમાં વધારો થાય છે અચાનક ઉત્પાદનમાં વધારો થવાથી અને તહેવારોની સિઝન ચાલતી હોવાના કારણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ન થતા રેલવે વિભાગ ખેડૂતોની વાહરે આવ્યું છે.ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાન વધી રહ્યું છે, જે ચીકુ જેવા ફળ માટે જોખમી છે. લાંબા અંતરના પરિવહન માટે ટ્રકો કરતા ટ્રેન વધુ સુરક્ષિત અને ઝડપી વિકલ્પ સાબિત થઈ રહી છે.

ખાસ કરીને જ્યારે રજાઓ કે તહેવારોને કારણે ટ્રકોની અછત સર્જાય છે, ત્યારે ટ્રેન જ એકમાત્ર સધિયારો બને છે. અમલસાડ મંડળી દ્વારા હજુ બે દિવસ ટ્રેન મારફતે ચીકુ મોકલાય એટલો જથ્થો ઉપલબ્ધ છે અમલસાડ મંડળી અને આસપાસ આવેલી મંડળીઓમ ચીકુની સારી આવક થતા મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે ખેડૂતોને પણ આ વખતે સારા ભાવો મળવાની આશા વ્યક્ત થઇ રહી છે અમલસાડ મંડળી દ્વારા 350 મેટ્રિક ટન જેટલા ચીકુ મોકલવામાં આવ્યા છે

ચીકુ દિલ્હી સુધી મોકલવાનો આયોજન

2024માં રેલવે મંત્રાલય દ્વારા ચીકુને જલ્દી પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે..ચીકુ એ સૌથી ઝડપથી પાકતા ફળ તરીકે જાણીતું છે અને ખાસ કરીને ગરમીના કારણે સૌથી ઝડપથી પાકી જતું હોય છે. એપ્રિલ માસમાં કેરી પાકની આવક શરૂ થઈ જતી હોય છે જેના કારણે ચીકુની ડિમાન્ડ ઘટતી હોય છે. હાલ ચીકુનો ભરાવો થતા ખેડૂતોને ભાવો મળતા નથી તેવા સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારે આયોજન કરીને ટ્રેનો ફાળવીને ચીકુ દિલ્હી સુધી મોકલવાનો આયોજન ખેડૂતોને કરી આપ્યું છે. નવસારીના ચીકુ હવે ગણતરીના કલાકોમાં ઉત્તર ભારતની મંડીઓમાં પહોંચશે, જેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને મળશે.(વીથ ઈનપુટ નિલેશ ગામીત)

Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ કકળાટ, કોંગ્રેસના 47 પદાધિકારીઓ રાજીનામું આપ્યું અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">