Breaking News : શાપર વેરાવળમાં SOGએ દરોડો પાડીને 600 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા
રાજકોટ ગ્રામ્ય SOGની શાપર વેરાવળમાં કાર્યવાહી સામે આવી છે. જેમાં ગેરકાયદે ગેસ સિલિન્ડર અને ગેસ રિફિલિંગ કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.આરોપી ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરફેર અને રિફિલ કરતો હોવાનું સામે આવ્યું.
એકબાજુ સમગ્ર રાજ્યમાં રાંધણ ગેસની અછતને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે રાજકોટમાં શાપર વેરાવળમાંગેસના બાટલામાંથી ગેરકાયદે ગેસ કાઢી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે.ગેસની બાટલાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.રાંધણ ગેસની અછત વચ્ચે કાળાબજારી સામે છે. શાપર વેરાવળમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સાઈ પ્રેમ ગેસ એજન્સીમાં કૌભાંડ સામે આવ્યું છે.ફાયર સેફટીના સાધનો વિના ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતુ.
600 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા
જ્યારે ગેસના બાટલાની પણ કાળા બજારી કરવામાં આવી હતી.SOGએ દરોડો પાડીને 600 ગેસના સિલિન્ડર કબ્જે કર્યા છે.જ્યારે 7 શખ્સો વિરોધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 4ની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ શખ્સની પોલીસે શોધખોળ હાથધરી છે.ગોડાઉન મેનેજર પંકજ મકવાણા, લખમણ ચાવડા, રામ ચાવડા અને રાકેશ કુબાવતની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે મલિક બાબા બગ્ગા, શૈલેષ ઉર્ફ હસમુખ ભાલાણી, નીરવ ભીમાણી ફરાર છે. SOGએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
