Breaking News: જેની બીક હતી એ જ બોમ્બ ફૂટ્યો, અછતની અફવા ફેલાતા પેટ્રોલ પુરાવવા પડાપડી, પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ વાગ્યા
અમદાવાદમાં ઈંધણનો જથ્થો ખૂટતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. જથ્થો ઉપલબ્ધ હોવાના દાવાઓ વચ્ચે રસ્તાઓ પર અડધા કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે શહેરીજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં આજે સવારથી જ પેટ્રોલની અચાનક અછત વર્તાતા અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. શુક્રવાર બાદ પેટ્રોલનો જરૂરી જથ્થો સપ્લાય ન થવાને કારણે શહેરના મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ‘હાઉસફુલ’ અને ‘નો સ્ટોક’ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
મેમનગર ગામ, માનવમંદિર અને જજીસ બંગલો રોડ પર આવેલા અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. પકવાન ચાર રસ્તા પાસેનો પંપ પણ બંધ કરી દેવાયો છે, જ્યાં અત્યારે માત્ર CNG નું જ વેચાણ થઈ રહ્યું છે. બોડકદેવમાં તો સ્થિતિ એવી છે કે પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકોને 1 થી 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.
લોકોમાં ડર અને લાંબી કતારો
પેટ્રોલ પંપ બંધ થવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ડર પેઠો છે કે આગામી દિવસોમાં ઇંધણ મળશે નહીં. આ ડરના માર્યા લોકો જરૂરિયાત કરતા વધુ પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા છે, જેને કારણે રસ્તાઓ પર અડધા કિલોમીટર સુધી ટ્રાફિક જામ અને લાંબી લાઈનો લાગી છે. તંત્ર દ્વારા જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા કરાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
(ઈનપુટ ક્રેડિટ: નરેન્દ્ર રાઠોર )
Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
