AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટના વાદળો, શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલના કારખાના થયા ઠપ, જુઓ Video

Breaking news: સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ પર સંકટના વાદળો, શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલના કારખાના થયા ઠપ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2026 | 1:59 PM
Share

Breaking news: હાલની પરિસ્થિતિમાં રાંધણ ગેસની અછત સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. શ્રમિકોને ભોજન બનાવવામાં મુશ્કેલી પડતા તેઓ વતન તરફ વળવા મજબૂર બન્યા છે. જેના કારણે કારખાનાઓમાં મજૂરોની અછત ઊભી થઈ છે.

Breaking news: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે ભારતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ LPG ગેસની અછતને કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. શહેરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન ઘટીને માત્ર 50 ટકા સુધી આવી ગયું છે, જેના કારણે ઉદ્યોગકારો અને શ્રમિકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.

સુરત, જેને દેશનું ટેક્સટાઈલ હબ માનવામાં આવે છે, ત્યાં રોજના લગભગ 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં રાંધણ ગેસની અછત સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. શ્રમિકોને ભોજન બનાવવામાં મુશ્કેલી પડતા તેઓ વતન તરફ વળવા મજબૂર બન્યા છે. જેના કારણે કારખાનાઓમાં મજૂરોની અછત ઊભી થઈ છે.

પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ અપનાવ્યો

આ સાથે જ ટેક્સટાઈલ ઉદ્યોગમાં યાર્નને સ્ટીમ કરવા માટે પણ ગેસ જરૂરી હોય છે. ગેસની અછતને પહોંચી વળવા ઉદ્યોગકારોએ પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ અપનાવ્યો છે, પરંતુ આ પગલાથી ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે. આ વધતા ખર્ચનો બોજ અંતે ગ્રાહકો પર પડશે અને કાપડના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

લોકોની રોજગારી જોખમમાં

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે શ્રમિકોને રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવે. જો જલદી ઉકેલ ન આવે તો સુરતના આ મહત્વપૂર્ણ ઉદ્યોગ પર વધુ ગંભીર અસર પડી શકે છે અને હજારો લોકોની રોજગારી જોખમમાં આવી શકે છે.

Gas Cylinder Design: ગેસ સિલિન્ડર અને ઓઇલ ટેન્કર ગોળ કેમ હોય છે? જાણો તે કયા મટિરિયલથી બનેલા હોય છે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">