IPL 2024: વિરાટ કોહલી અને RCBના ખેલાડીઓએ કર્યું કંઈક એવું, ફેન્સ થયા નારાજ

IPLની 17મી સિઝનમાં RCBનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આ ટીમ 8 માંથી 7 મેચ હારી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે વિરાટ કોહલી અને RCBના કેટલાક ખેલાડીઓએ એવું પગલું ભર્યું જેનાથી ફેન્સ તેમનાથી ખૂબ જ નારાજ થઈ ગયા છે. RCBના નાખુશ ચાહકોએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓને ટ્રોલ કર્યા હતા.

IPL 2024: વિરાટ કોહલી અને RCBના ખેલાડીઓએ કર્યું કંઈક એવું, ફેન્સ થયા નારાજ
Virat Kohli
Follow Us:
| Updated on: Apr 24, 2024 | 6:15 PM

એક તરફ રાજસ્થાન, કોલકાતા, લખનૌ, હૈદરાબાદની ટીમો IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ RCBએ આ સિઝનમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન જેવા ખેલાડીઓથી સજ્જ આ ટીમ આ સિઝનમાં 8માંથી 7 મેચ હારી છે. RCB પોઈન્ટ ટેબલમાં તળિયે છે અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઓછી છે. જો કે આ દરમિયાન વિરાટ કોહલી અને RCBના કેટલાક ખેલાડીઓએ કંઈક એવું કર્યું છે જેનાથી ફેન્સ ખૂબ નારાજ છે.

RCBના ખેલાડીઓ પાર્ટીમાં ગયા

RCB તેની આગામી મેચ 25 એપ્રિલે હૈદરાબાદ સામે રમવાની છે. આ મેચ હૈદરાબાદમાં જ યોજાવાની છે જ્યાં વિરાટ કોહલીની પણ એક રેસ્ટોરન્ટ છે. વિરાટ કોહલી ખેલાડીઓને પોતાની રેસ્ટોરન્ટમાં પાર્ટી માટે લઈ ગયો હતો. અનુજ રાવત, મહિપાલ લોમરોર, કરણ શર્મા, સુયશ પ્રભુદેસાઈ, વિશાકે વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ વન 8 કોમ્યુનમાં પાર્ટી કરી હતી. જોકે, RCBના ચાહકો આનાથી નાખુશ થયા છે. ફેન્સે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓને ટ્રોલ કર્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

IPL 2024માં RCBની ખરાબ સ્થિતિ

RCB આ સિઝનમાં આઠમાંથી સાત મેચ હારી ચૂક્યું છે અને નેટ રન રેટ પણ -1.046 છે. મતલબ, પ્લેઓફમાં પહોંચવાની RCBની આશા સમાપ્ત થઈ ગઈ છે. RCBના બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમનો કોઈ બોલર પોતાને સાબિત કરી શક્યો નહીં અને આ જ RCBની હારનું મુખ્ય કારણ છે. RCB માટે આ સિઝનમાં એકમાત્ર સારી બાબત એ છે કે તેમના ટોચના ખેલાડી વિરાટ કોહલીએ રનનો વરસાદ કર્યો છે. ઓરેન્જ કેપની રેસમાં તે ટોપ પર છે. તેણે પોતાના બેટથી સદી પણ ફટકારી છે. જોકે વિરાટની શાનદાર બેટિંગ છતાં RCB માત્ર એક જ મેચ જીતી શક્યું છે.

આ પણ વાંચો : IPL 2024: MS ધોની ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે? T20 વર્લ્ડ કપને લઈને મોટો દાવો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">