ઈન્ડિયન પ્રીમિયર લીગની એક્શન શરૂ થવામાં લગભગ 3 અઠવાડિયા બાકી છે પરંતુ તે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. તેનું કારણ મહિલા પ્રીમિયર લીગમાં બેંગ્લોરની મહિલા ટીમનું જોરદાર પ્રદર્શન છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપવાળી બેંગ્લોરની ટીમે ટુર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરી હતી અને તેની બંને મેચ જીતી હતી.
ટીમની ત્રીજી મેચ દરમિયાન RCB ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો કારણ કે તેમને કંઈક એવું જોવા મળ્યું જે તેમના સ્ટાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે ઘણા વર્ષો પહેલા કર્યું હતું અને વિરાટ કોહલીએ થોડા અઠવાડિયા પહેલા જ ટીમ ઈન્ડિયા માટે કર્યું હતું.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુરુવારે 29 ફેબ્રુઆરીએ RCBનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. આ મેચમાં પ્રથમ બોલિંગ કરતા બેંગ્લોરે જલ્દી જ દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગની વિકેટ મેળવી લીધી હતી. પરંતુ આ પછી શેફાલી વર્મા અને એલિસ કેપ્સીએ બેંગ્લોરના બોલરોને પછાડ્યા અને ઘણા છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા. જો કે એકવાર એવું બન્યું કે જ્યારે બોલ બાઉન્ડ્રીની બહાર જવાથી બચી ગયો, કારણ કે જ્યોર્જિયા વેરહામે બાઉન્ડ્રી પર જોરદાર ફિલ્ડિંગ કરી હતી.
!
A humongous maximum and an acrobatic save ♀️
Plenty of action happening at the Chinnaswamy!
Live https://t.co/mKFymL1O3h#TATAWPL | #RCBvDC pic.twitter.com/vT1v7eEIMH
— Women’s Premier League (WPL) (@wplt20) February 29, 2024
દિલ્હીની ઈનિંગની 11મી ઓવરમાં શેફાલી વર્માએ ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી તરફ નાદિન ડેક્લેર્કનો બોલ ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી પાર સિક્સર (6 રન) તરફ જતો હોય તેવું લાગતું હતું પરંતુ ત્યારબાદ ત્યાં ફિલ્ડિંગ કરી રહેલ વેરહામે જબરદસ્ત કૂદકો લગાવ્યો અને બાઉન્ડ્રી ક્રોસ કરી રહેલા બોલને હવામાં કેચ કરીને પાછો જમીન પર ફેંકી દીધો. વેરહેમની આ શાનદાર ફિલ્ડિંગને કારણે એક સિક્સર બચી અને દિલ્હીને માત્ર 2 રન જ મળ્યા.
One of the greatest ever catches in IPL history:
AB De Villiers the Superman took this catch on this day 5 years ago. pic.twitter.com/2koqdiCo48
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2023
વેરહામની આ ફિલ્ડિંગે એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલીની યાદ અપાવી. થોડા વર્ષો પહેલા IPLમાં RCB સ્ટાર ડી વિલિયર્સે આવી જ રીતે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન એલેક્સ હેલ્સનો શોટ રોક્યો હતો. ડી વિલિયર્સે માત્ર સિક્સર જ રોકી ન હતી, પરંતુ તેણે એક હાથે કેચ પણ લીધો હતો. આજે પણ તેને IPL ઈતિહાસના સર્વશ્રેષ્ઠ કેચમાંથી એક ગણવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની T20 મેચ દરમિયાન વિરાટ કોહલીએ લોંગ ઓફ બાઉન્ડ્રી પર કૂદકો મારીને એક હાથથી બોલ કેચ કર્યો હતો અને તેને સિક્સર મારવાથી રોક્યો હતો.
Excellent effort near the ropes!
How’s that for a save from Virat Kohli
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4
— BCCI (@BCCI) January 17, 2024
જ્યાં સુધી મેચની વાત છે, દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. તેના માટે શેફાલીએ ઝડપી 50 રન બનાવ્યા, જ્યારે કેપ્સીએ પણ ઝડપી 46 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં મેરિજન કેપ (32) અને જેસ જોનાસેને (36) પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમને આ સ્કોર સુધી પહોંચાડી હતી.
આ પણ વાંચો : ધોનીને મળવા માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, હવે WPLમાં મચાવી તબાહી