મંગળવારથી રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) ની સેમી ફાઈનલ મેચો શરૂ થઈ ગઈ છે. પહેલી મેચમાં મુંબઈ (Mumbai Ranji Team) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh Ranji Team) આમને-સામને છે. જ્યારે બીજી મેચમાં બંગાળ (Bengal Ranji Team) નો મુકાબલો મધ્ય પ્રદેશ (Madhya Pradesh Ranji Team) સાથે છે. અત્યાર સુધીની બે દિવસની રમત બાદ મુંબઈ અને એમપી થોડી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. અહીં જાણો રણજી સેમિ ફાઇનલનો બીજો દિવસ કેવો રહ્યો.
મધ્યપ્રદેશ વતી હિમાંશુ મંત્રીએ પહેલા દિવસે જ સદી ફટકારીને પોતાની ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. બીજા દિવસે પણ તેણે પોતાની ઇનિંગ્સને મજબૂત રીતે આગળ ધપાવી હતી. તે 165 રન બનાવીને આઉટ થયો હતો. તેમના સિવાય માત્ર અક્ષત રઘુવંશી (63) એ ક્રિઝ પર સારો સમય વિતાવ્યો હતો. મધ્ય પ્રદેશન ટીમની પ્રથમ ઇનિંગ 341 રન પર પુરી થઇ હતી. બંગાળના મુકેશ કુમારને 4 અને શાહબાઝ અહેમદને 3 વિકેટ મળી હતી.
After Madhya Pradesh posted 341 on the board, Bengal ended Day 2 of the @Paytm #RanjiTrophy #SF1 at 197/5. 👍 👍 #BENvMP
Here’s how the action unfolded 🎥 🔽https://t.co/WQCIujLFzi pic.twitter.com/y9pHyku00M
— BCCI Domestic (@BCCIdomestic) June 15, 2022
જવાબમાં બંગાળ ટીમની ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બંગાળની ટીમે 54 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. મનોજ તિવારી (84) અને શાહબાઝ અહેમદ (72)એ 143 રનની અણનમ ભાગીદારી કરીને ટીમની કમાન સંભાળી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં બંગાળની ટીમે 5 વિકેટ ગુમાવીને 197 રન બનાવી લીધા છે.
Hardik Tamore completed a fine ton on Day 2 of the @Paytm #RanjiTrophy #SF2 before Mumbai, who scored 393 in the first innings, picked 2 Uttar Pradesh wickets before Stumps. 👌 👌 #MUMvUP
Watch the highlights 🎥 🔽https://t.co/bThxG6CZQW pic.twitter.com/YtMOwYdTgY
— BCCI Domestic (@BCCIdomestic) June 15, 2022
મુંબઈ તરફથી યશસ્વી જયસ્વાલે (100) પ્રથમ દિવસે સદી ફટકારી હતી. બીજા દિવસે વિકેટ કીપર બેટ્સમેન હાર્દિક તામોરે 115 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શમ્સ મુલાનીએ પણ અડધી સદી ફટકારી હતી. આ રીતે મુંબઈની ઈનિંગ્સ 393 રન પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં યુપીની ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી માત્ર 25 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે.