Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર ટીમમાં જોડાયા, ટેસ્ટ ક્રિકેટની કારકિર્દી બચાવવા કરશે પ્રયાસ

ચેતેશ્વર પુજારા છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. એવામાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે રમીને ફોર્મ પરત મેળવવા માટે પ્રયાસ કરશે

Ranji Trophy 2022: ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્ર ટીમમાં જોડાયા, ટેસ્ટ ક્રિકેટની કારકિર્દી બચાવવા કરશે પ્રયાસ
Cheteshwar Pujara (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 6:37 PM

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) માં રમતો જોવા મળશે. તેની પસંદગી સૌરાષ્ટ્રની ટીમમાં થઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ જયદેવ ઉનડકટની આગેવાની હેઠળ 21 સભ્યોની સૌરાષ્ટ્રની ટીમ (Saurashtra Ranji Team) ની જાહેરાત થઇ છે. મહત્વનું છે કે પુજારા છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં કઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. જેથી ટીમ ઇન્ડિયામાં તેનું સ્થાન જોખમમાં જોવા મળી રહ્યું હતું. એવામાં ચેતેશ્વર પુજારાએ સ્થાનિક ક્રિકેટ રમીને પોતાનું ફોર્મ પરત મેળવવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર હાલ રણજી ચેમ્પિયન છે. રણજી ટ્રોફી છેલ્લે 2020માં રમાઇ તી. જ્યારે જયદેવ ઉનડકટની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર ટીમે રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. આ વખતે રણજી ટ્રોફીની શરૂઆત 10 ફેબ્રુઆરીથી થઇ રહી છે. સૌરાષ્ટ્રની ટીમ ગ્રુપ ડીમાં છે. તેની મેચો અમદાવાદમાં રમાવાની છે. સૌરાષ્ટ્રની સાથે ગ્રુપમાં 41વારની ચેમ્પિયન મુંબઈ, ઓડિશા અને ગોવા જેવી ટીમો છે.

બે ભાગમાં રણજી ટ્રોફી રમાશે કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રણજી ટ્રોફીનું આયોજન શક્ય બન્યું ન હતું. આ વર્ષે ટુર્નામેન્ટની શરૂઆત 13 જાન્યુઆરીથી થવાની હતી. પણ દેશમાં કોરોનાના કહેરના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. ટુર્નામેન્ટનું આયોજન હવે બે ભાગમાં થશે. પહેલા ભાગમાં નક્કી કરેલ સ્થળે 10 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રમાશે. ત્યારબાદ દેશમાં આઈપીએલના આયોજનના કારણે રણજીની બાકીની મેચને બ્રેક આપીને બીજો ભાગ 30 મેચથી શરૂ કરવામાં આવશે અને તે 26 જુન સુધી ચાલશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સૌરાષ્ટ્રની ટીમ આ પ્રમાણે છેઃ જયદેવ ઉનડકટ (સુકાની), ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેકસન, અર્પિત વસાવડા, ચિરાગ જાની, કમલેશ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચેતન સાકરિયા, પ્રેરક માંકડ, વિશ્વરાજસિંહ જાડેજા, હાર્વિક દેસાઈ, કેવિન જીવરાજાણી, કુશાંગ પટેલ, જય ચૌહાણ, સમર્થ વ્યાસ, પાર્થકુમાર ભૂટ, યુવરાજસિંહ ચુડાસામા, દેવાંગ કરમતા, સ્નેલ પટેલ, કિશન પરમાર અને આદિત્ય જાડેજા.

આ પણ વાંચો : Ranji Trophy 2022 : રણજી ટ્રોફીનું પહેલું ચરણ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે, જાણો સમગ્ર કાર્યક્રમ

આ પણ વાંચો : IPL 2022: જ્યારે મોહમ્મદ સિરાજને લોકોએ કહ્યું, ‘ક્રિકેટ છોડી દો, પિતા સાથે રિક્ષા ચલાવો’, ધોનીની આ સલાહે બચાવ્યું કરિયર

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">