World Cup: ઓસ્ટ્રેલિન PM ને નરેન્દ્ર મોદીએ વિશ્વકપ માટે ભારત આવવા માટે આપ્યુ નિમંત્રણ, સિડનીમાં વડાપ્રધાનનુ આમંત્રણ
PM Modi in Australia: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડનીમાં એક કાર્યક્રમ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન નાગરીકોને વનડે વિશ્વકપ 2023 દરમિયાન ભારત આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ.

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારતના PM નરેન્દ્ર મોદીએ વનડે વિશ્વકપ 2023 માટે ઓસ્ટ્રેલિયન નાગરીકોને આમંત્રણ આપ્યુ છે. વડાપ્રધાન મોદીએ આ મોટી ટૂર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ વિશેષ આમંત્રણ આપ્યુ હતુ. ક્રિકેટ ને લઈ બંને દેશો વચ્ચેના સંબંધોને ખૂબ જ મજબૂતી મળી છે. જેને લઈ પીએમ મોદીએ ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન અને નાગરીકોને ભારત આવવા માટે નિમંત્રણ સિડનીના કાર્યક્રમમાં આપ્યુ હતુ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિનશિપ ફાઈનલ (WTC Final) રમાનારી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા એક બીજાને મજબૂત ટક્કર આપીને વિશ્વ ચેમ્પિયન બનવા માટે પ્રયાસ કરશે. જોકે બંને દેશોને ક્રિકેટની રમતે સંબંધોને મજબૂત કરવાનુ કામ કર્યુ છે.
आज भारत-ऑस्ट्रेलिया के बीच संबंधों का आधार है- Mutual Trust और Mutual Respect, जो करोड़ों लोगों को परस्पर जोड़ता है। pic.twitter.com/mmWFXBRuIR
— Narendra Modi (@narendramodi) May 23, 2023
ઓક્ટોબર-નવેમ્બરમાં ODI World Cup
આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન ભારતમાં વનડે ક્રિકેટ વિશ્વ કપ 2023 રમાનાર છે. ભારતીય વડા પ્રધાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હોવા દરમિયાન સિડનીમાં એક કાર્યક્રમને સંબોધતા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને લઈ વાતો કરી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના લોકોને ભારતમાં ક્રિકેટ વિશ્વકપ માટે આવવા માટે કહ્યુ હતુ. ક્રિકેટ દ્વારા બંને દેશોની ડિપ્લોમસીને આગળ વધારવા માટે વડાપ્રધાન અલ્બનીઝને મોદીએ વિશ્વકપ ટૂર્નામેન્ટમાં હિસ્સો બનવા માટે નિમંત્રણ આપ્યુ હતુ.
ऑस्ट्रेलिया में ऐसी कितनी ही चीजें हैं, जो भारतवंशियों को अपनी जड़ों से जोड़कर रखती हैं। यह और खुशी की बात है कि ऑस्ट्रेलिया के लोगों को भी भारतीयता के विविध रंग खूब भाते हैं। pic.twitter.com/qBhTffw7xC
— Narendra Modi (@narendramodi) May 23, 2023
ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાન વચ્ચે ત્રણ માસના અંતરમાં જ આ બીજીવાર મુલાકાત થઈ હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારત આવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટ મેચને લઈ બંને દેશના વડાપ્રધાનની મુલાકાત થઈ હતી.